Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

છેલ્લી ઘડી સુધીની કોંગ્રેસની કવાયતઃ સતા માટે તૈયાર કર્યા' તો પ્લાન એ અને બી

છેલ્લે સુધી વિપક્ષી નેતાઓ સાથે સંપર્ક

નવીદિલ્હી, તા.૨૩: એકઝીટ પોલ પછી સતાધારી પણ તરફથી ભલે કહેવાનું હોય કે વિપક્ષો મુંઝાઇ ગયા છે, પણ કોંગ્રેસ પણ હજી પોતાને સતાની દોડમાં ગણીને ચાલી રહ્યો છે. એટલા માટે તેણે અંદરખાને બે પ્લાન પણ તૈયાર કરી રાખ્યા છે. જો કે આ પ્લાનએ અને બી ત્યારે જ સફળ થઇ શકે. જયારે કોંગ્રેસને ૧૫૦થી વધારે બેઠકો મળે. મંગળવારે કોંગ્રેસના અડધો ડઝન નેતાઓએ યુપીએના સહયોગી પક્ષો અને બીજા વીપક્ષી પક્ષો સાથે વાતચીત કરી હતી. હવે મતગણત્રીની રાહ જોવાઇ રહી છે. યુપીએના મોટા ભાગના સહયોગીઓને વિશ્વાસ છે કે એકઝીટ પોલ ખોટા પડશે.

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાનું કહેવુ છે કે અમે એકઝીટ પોલને સાચો નથી માનતા. ઇવીએમ-વીવીપેટના મુદ્દા પર કોંગ્રેસ અને બીજા પક્ષોના નેતાઓ કામ કરી રહ્યા છે. એનો મતલબએ નથી કે કોઇ અમારો વિષે એમ કહે કે અમે સંભવિત હારથી મુંઝાઇ ગયા છીએ.

કોંગ્રેસે જે પ્લાન તૈયાર કર્યા છે તેમાં બે વાતો મહત્વની છે. એક કોંગ્રેસની પોતાની બેઠકો અને બીજી સહયોગી પક્ષોને મળનારી બેઠકો ત્યાર પછી નંબર આવે છે. મિત્રોનો અહીંયા સહયોગી અને મિત્રો અંગે સ્પષ્ટતા કરવાની કે સહયોગી એટલે જેની સાથે મળીને ચુંટણી લડવામાં આવી છે. જયારે મીત્રોમાં એવા પક્ષો આવે છે કે જેમની સાથે મળીને ચુંટણી નથી લડી પણ સરકાર બનાવવા માટે એક બીજાને ટેકો આપી શકે. જેમ કે સપા-બસપા ગઠબંધન મિત્રોની શ્રેણીમાં આવે છે. એક કોંગ્રેસ નેતા અનુસાર, જો અમને ૧૫૦થી વાધરે બેઠકો મળેતો કેન્દ્રમાં યુપીએના નેતૃત્વ વાળી સરકાર બની શકે છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસનો પ્રયાસ હશે કે વડાપ્રધાન તેની પસંદના હોઇ જોકે આ પ્લાન ત્યારેજ અમલ બની શકે જયારે યુપીએના બીજા સહયોગીઓ અને મિત્રોને ઓછામાં ઓછી ૧૪૦ બેઠકો મળે.

કોંગ્રેસે જે પ્લાન બી તૈયાર કર્યો છે તેમાં સહયોગી અથવા મિત્રો આગળ રહેશે. એટલે કે કેન્દ્રમાં સરકાર બનાવવાની કસરત કોંગ્રેસ નહીં કરે પણ બીજા પક્ષોને ટેકો આપશે. આ પરિસ્થિતી કોંગ્રેને ૧૫૦થી ઓછી બેઠકો મળશે ત્યારે સંભવ બનશે. પ્લાન બીમાં કોંગ્રેસનો પ્રથમ પ્રયાસ એવો હશે કે દક્ષિણ ભારતનો કોઇ નેતાને ટેકો આપવામાં આવે. બીજુ જયારે સરકારની રચના અથવા પીએમ પદ બાબતે કોઇ સહમતી ન સઘાય તો તે વખતે સપા-બસપા ગઠબંધનના નેતાઓને ટેકો અપવામાં આવશે.

પ્લાન બીમાં એ વાત સ્પષ્ટ કરી દેવાઇ છે કે, સપા-બસપાને ટેકો ત્યારે જ આપવામાં આવશે જયારે તેમને યુપીમાં ૬૦થી વધારે બેઠકો મળે. કોંગ્રેસ તરફથી યુપીએના બે નેતાઓએ કેરળ અને તેલંગાણાના મુખ્ય પ્રધાન જે ત્રીજો મોરચો ઉભો કરવાનો પ્રયાસ કરે છે તેમની સાથે વાતચીત કરી છે.

(11:52 am IST)