Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ઇવીએમ જ નહી પણ ટીવીના રિમોટ પણ હેક :જે બટનને દરેક ચેનલ ફક્ત એનડીએની જીત;પરેશ રાવલનો ટોણો

પરેશ રાવલના ટ્વિટ બાદ જ યૂજર્સ તેના પર કોમેંટ અને રી-ટ્વિટ કરી રહ્યા છે.

નવી દિલ્હી :ભાજપના નેતા અને અભિનેતા પરેશ રાવલનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે. એક્ઝિટ પોલના પરિણામો બાદ વિપક્ષી પાર્ટીઓ EVM હેક થવાની વાત કરી રહ્યા હતા. તેને મુદ્દે બનાવતાં પરેશ રાવલે ટ્વિટ પોસ્ટ કરીને ટોણો માર્યો છે. પરેશ રાવલના આ ટ્વિટ બાદ જ યૂજર્સ તેના પર કોમેંટ અને રી-ટ્વિટ કરી રહ્યા છે. 

    પરેશ રાવલે ટ્વિટ કરતાં લખ્યું કે ફક્ત ઇવીએમ જ નહી પરંતુ ટીવીના રિમોટ પણ હેક થઇ ગયા છે ત્યારે તો રિમોટના જે બટનને દબાવો, દરેક ચેનલ ફક્ત એનડીએની જીત બતાવવામાં આવી રહી છે. 

    અત્રે ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલના પરિણામોમાં દેશના દરેક ખૂણામાં ફરીથી મોદી સરકાર જ ડંકો વાગતો દેખાઇ રહ્યો છે. પોલના પરિણામોએ જ્યાં ભાજપનો ઉત્સાહ બમણો કરી દીધો હતો તો બીજી તરફ વિપક્ષી દળોની ચિંતા વધી ગઇ હતી. ત્યારબાદથી બંગાળની સીએમ મમતા બેનર્જીએ ઇવીએમ હેકની વાત કહી હતી.

(11:33 am IST)