Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

૭૦૦ વર્ષ પહેલા વોટર હાર્વેસ્ટીંગઃ અનોખુ ઉદાહરણ

રણમાં ૧૦૮ તળાવો એક પછી એક ભરાય પછી વધેલુ પાણી જાય છે નદીમાં: રાજસ્થાનના બાડમેર જિલ્લામાં છે આ તળાવો

બાડમેરઃ જંગલોમાં બન્યા છે ૧૦૮ તળાવો. એક તળાવમાં વરસાદી પાણી ભરાઈને ઓવરફલો થાય એટલે જાય છે બીજા તળાવમાં. પાણીના વહેણના રસ્તામાં એક પછી એક ૧૦૮ તળાવો ભરાય અને પછી પણ વરસાદ વધારે હોય તો પાણી જાય છે. લૂણી નદીમાં, લગભગ ૭૦૦ વર્ષ પહેલા વોટર હાર્વેસ્ટીંગની આ ટેકનીક ખરેખર અદ્ભૂત છે.

બાડમેર જીલ્લામાં આ અજાયબી આવેલી છે. ૭૦૦ વર્ષ પહેલા તેમની કલ્પનામાં હતુ કે અહીં પૂર પણ આવી શકે છે એટલે તેનાથી બચવા માટે આ તળાવો કવાસની આજુબાજુ બનાવવામાં આવ્યા હતા. ૨૦૦૬માં અહીં પૂર આવ્યુ હતું.

બાડમેર શહેર, બિશાલા અને જેસલમેર એમ ત્રણ બાજુથી પાણી વહીને બાડમેરના ઉત્તરલાઈ, કવાસ, છિતરકાપાર, બાંદરા, ભુરટીયા વગેરે ગામોમાં થઈને લૂણી નદી સુધી જાય છે. ૬૫ કિ.મી.ના વિસ્તારમાં આ તળાવો આવેલા છે અને ૪૦૦ મી.મી. વરસાદમાં તે બધા ભરાઈ જાય છે.

પાલીવાલ બ્રાહ્મણોએ જ જેસલમેરની પાસે ફુલધરા ગામ વસાવ્યુ હતુ જે વિશ્વ પ્રસિદ્ધ છે. આ તળાવોની નીચે જીપ્સમની જમીન છે. પાણી અડતા જ જીપ્સમ ફુલી જાય છે અને તે પાણીને જમીનની અંદર નથી જવા દેતુ એટલે તળાવ એકવાર ભરાઈ જાય પછી લાંબા સમય સુધી પાણી તેમા ટકી રહી છે. પાણીના વહેણને સમજીને ઉત્તરલાઈ, કવાસ, બાંદરા, છિતર કાર પાર સહિત આસપાસના ગામોમાં ૧૦૮ તળાવો ખોદાવાયા હતા.

(11:03 am IST)