Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ટીશર્ટમાં નમાજ પઢવીએ હરામઃ દારૂલ ઉલૂમનો ફતવો

દેવબંદ, તા. ૨૩ :. દારૂલ ઉલૂમના ફતવા વિભાગે લેખિતમાં બહાર પાડેલ ફતવામાં કોણીથી ઉપરની બાંયમાં નમાજ પઢવાને મકરૂહ (નાજાયજ) ગણાવી છે. મુફતી-એ-કરામે આ સ્થિતિથી બચવાની સલાહ આપતા આખી બાંયના શર્ટ પહેરીને જ નમાજ અદા કરવાની સૂચના આપી છે.

આજકાલ ઘણા બધા યુવકો અડધી બાંયના કુર્તાઓ પહેરે છે. જેથી તેમની કોણી ખુલ્લી દેખાતી હોય છે. એક વ્યકિતએ દારૂલ ઉલૂમના ફતવા વિભાગને સવાલ પૂછયો હતો કે અડધી બાંયના કપડામાં નમાજ અદા કરી શકાય ?

દારૂલ ઉલૂમના ફતવા વિભાગની ખંડપીઠે બહાર પાડેલા ફતવામાં કહ્યું કે અડધી બાંયના શર્ટ, ટીશર્ટ અથવા અડધી બાંયના કોઈપણ પ્રકારના ખમીસમાં નમાજ પઢવી તે મકરૂહ ગણાય. મુફતી-એ-કરામે કોણીથી ઉપરના ખમીસમાં નમાજ પઢવાથી બચવાની સલાહ આપી હતી. દારૂલ ઉલૂમ વકફના વરિષ્ઠ ઉસ્તાદ મુફતી આરિફ કાસમીએ જણાવ્યુ કે નમાજમાં કોણીથી ઉપરના ખમીસ પહેરવા બરાબર નથી.

મુફતી-એ-કરામે કહ્યું કે આ પરિસ્થિતિમાં નમાજ તો થઈ જશે પણ તે નમાજ મકરૂહમાં ગણાશે. એટલે નમાજ અદા કરતી વખતે આખી બાંયના કપડા પહેરવા યોગ્ય ગણાશે. તેમણે બધા લોકોને ખાસ કરીને યુવાઓને આખી બાંયના ખમીસ પહેરીને જ નમાજ પઢવાની સલાહ આપી.

(10:13 am IST)