Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

જીત પહેલા ભાજપે બનાવડાવી લડ્ડુ કેક

નવી દિલ્હી તા. ૨૩ : મતગણના શરૂ થઈ ચુકી છે. થોડા સમયમાં ખબર પડી જશે કે કોણ જીતશે અને સરકાર બનાવશે. તમામ એકિઝટ પોલમાં ભાજપ બહુમતી સાથે આગળ રહી છે જેનાથી ભાજપ ખુબ જ ઉત્સાહિત છે

કેટલીક જગ્યાએ પરિણામ પહેલા ભાજપના કાર્યકર્તાઓ પોતાના જીતની ઉજવણી કરી રહ્યાં છે. આ માટે તે નવા નવા પેતરાઓ અજમાવે છે કયારેક તેઓ ફટાકડા ફોડી ઉજવણી કરે

તે કયારેક તેઓ લાડવાઓ બનાવડાવે છે હાલ એવુ જોવા મળ્યું છે કે ભાજપે જીત પહેલા એક લાડવાઓની કેક બનાવડાવી છે. ત્યારે એ તો સમય જ બતાવશે કે આ કેક ભાજપના કાર્યકર્તા કાપશે કે પછી....

(10:12 am IST)