Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

રામ રાખે તેને કોણ ચાખે ;એક અઠવાડિયા સુધી માતાની લાશ નજીક ભૂખી-તરસી પડી રહી દોઢ મહિનાની બાળકી !

હત્યારાએ બાળકીને મરેલી સમજી માતા પાસે છોડીને ભાગી ગયા

 

નવી દિલ્હી :'રામ રાખે, તેને કોણ ચાખે' કહેવત સાચી સાબિત થઈ છે. બાગપત જનપદ પોલીસને શેરડીના ખેતરમાંથી એક અઠવાડીયા જુની મહિલાની લાસ પાસેથી એક દોઢ મહિનાની બાળકી જીવતી મળી આવી. હત્યારાએ બાળકીને પણ મારવાની કોશિસ કરી અને બાળકીને મરેલી સમજી લાસ પાસે છોડી જતો રહ્યો. પરંતુ, કિસ્મતથી તે બચી ગઈ છે.

જોકે, મૃતક મહિલા અને તેની બાળકી ક્યાંના રહેવાસી છે? તે જાણી શકાયું નથી હાલમાં પોલીસે મહિલાની લાસને પોસ્ટ માર્ટમ માટે મોકલી દીધો છે, જ્યારે બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં ડોક્ટરો તેની સારવાર કરી રહ્યા છે. પોલીસ બાળકી સ્વસ્થ્ય થાય તેની રાહ જોઈ રહી છે. સાથે મામલે તપાસ પણ શરૂ કરી દીધી છે

મામલો બડોત પોલીસ સ્ટેશન વિસ્તારના ઢિઢોરા ગામનો છે, જ્યાં સવારના સમયે ખેતરમાં ગયેલા એક ખેડૂતે બાળકીને ઘાયલ અવસ્થામાં પડેલી જોઈ. બાળકીની હાલત ખુબ ગંભીર હતી. તે બેસૂધ થઈ પડી હતી. થોડે દૂર ખેડૂતને બાળકીની માંની લાસ પણ જોવા મળી. લાસની ઓળખ થઈ શકે તે માટે મહિલાના ચહેરાને પૂરી રીતે ડેમેજ કરવામાં આવ્યો છે. લાસ પૂરી રીતે સડી ગઈ હતી. લાસ જોયા બાદ લગભગ એક અઠવાડીયા જુની હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ કેડૂતે પોલીસને કરી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને લાસને પીએમ માટે મોકલી આપી હતી.
પોલીસે જ્યારે બાળકીને જોઈ તો તેના શ્વાસ ચાલી રહ્યા હતા. તેને તૂરંત હોસ્પિટલમાં મોકલવામાં આવી. બાળકીના શરીર પર પણ ઈજાના નિશાન હતા. જો, ગ્રામીણ યશપાલનું માનીએ તો, બાળકી પોતાની માની લાસ પાસેથી ખસતી-ખસતી સેઢા સુધી પહોંચી ગઈ. પરંતુ, એક અઠવાડીયા સુધી ભૂખી-તરસી ખેતરમાં પડી રહેવા અને જંગલી જાનવરોનો ડર હોવા છતાં, બાળકીનું બચવું એક કરિશ્મા છે.

(1:13 am IST)