Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

હવે ગ્રોસરી સ્ટોર ખોલવા ફ્લિપકાર્ટની તૈયારી શરૂ

ઓનલાઈન બાદ ઓફલાઈનની તૈયારી કરાઈ : વોલમાર્ટ ફુડ અને ગ્રોસરી કારોબારમાં ખુબ આગળ છે

નવી દિલ્હી, તા. ૨૨ : અમેરિકી દિગ્ગજ કંપની વોલમાર્ટની માલિકીની ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે હવે ખાવાપીવાની દુકાનો ખોલવાની પણ તૈયારી કરી લીધી છે. વિદેશી મૂડીરોકાણકારોએ ભારતમાં રિટેલ સેક્ટર માટે મંજુરી આપી નથી અને ફિઝિકલ સ્ટોરની મંજુરી આપી છે. કંપનીએ આ પગલા મુંબઈમાં પાંચમી ઓનલાઈન ગ્રોસરી સ્ટોર સુપર માર્કેટ ખોલવા માટે ઉઠાવ્યો છે. સૂત્રોના કહેવા મુજબ વૈશ્વિકરીતે વોલમાર્ટની આશરે ૫૦-૬૦ ટકા વેચાણ થાય છે. ઓફલાઈન સ્ટોર ખોલવાની યોજના વોલમાર્ટે તૈયાર કરી છે.

ઓનલાઈન બાદ ઓફલાઈન ગ્રોસરી સ્ટોર ખોલવા માટે તૈયારી ફ્લિપકાર્ટ દ્વારા કરવામાં આવી છે. વોલમાર્ટ ફુડ અને ગ્રોસરી કારોબારમાં પ્રભુત્વ ધરાવે છે પરંતુ એફડીઆઈ ધારાધોરણના પરિણામ સ્વરુપે ભારતમાં તેને બિઝનેસ ટુ બિઝનેસ હોલસેલ સેગ્મેન્ટમાં કારોબારની મંજુરી છે તેમ છતાં કંપની પાછળ રહેવા ઇચ્છુક નથી. ફુડ રિટેલ સેગ્મેન્ટમાં ઉતરવાથી વોલમાર્ટના કેશ એન્ડ કેરી બિઝનેસને પણ મદદ મળી શકે છે જેમાં હાલમાં રેવેન્યુ ગ્રોથ ખુબ ધીમી ગતિએ છે. ભારતના રિટેલ માર્કેટમાં ફુડની હિસ્સેદારી બે તૃતિયાંશ જેટલી છે. ફ્લિપકાર્ટના ભારતીય પ્રવક્તા તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નહીં. ઓફલાઇન સ્ટોર ખોલવાથી ફ્લિપકાર્ટના ફુડ એન્ડ ગ્રોસરી માર્કેટમાં અનુભવથી લાભ થશે. વોલમાર્ટની હરીફ કંપની એમેઝોને પણ ભારતીય એકમ એમેઝોન રિટેલ ઇન્ડિયા મારફતે ઓનલાઈન અને ઓફલાઈન ફુડ રિટેલ માર્કેટમાં ૫૦ કરોડ ડોલર રોકવાની જાહેરાત કરી છે.

(12:00 am IST)