Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલગાંધી તેમજ અમિત શાહના ભાવિનો ફેંસલો થશે

સૌથી મોટી જીત કોની થશે તેને લઇને ચર્ચા : વારાણસી અને ગાંધીનગરમાં સૌથી મોટી જીતના આંકડા નોંધાય તેવી રાજકીય પંડિતોને ગણતરી : અમેઠીમાં ટક્કર

નવી દિલ્હી, તા. ૨૨ : લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવનાર છે ત્યારે કેટલીક હાઈપ્રોફાલ બેઠકો પરના પરિણામ ઉપર તમામની નજર રહેશે જેમાં નરેન્દ્ર મોદી જે બેઠક ઉપર ચૂંટણી મેદાન પર છે તે વારાણસી બેઠકનો સમાવેશ થાય છે. વારાણસી ઉપરાંત ગાંધીનગર, અમેઠી, રાયબરેલી, બેગુસરાય, પાટલીપુત્ર, દિલ્હીની બેઠકો ઉપર તમામની નજર રહેશે. આઝમગઢની બેઠક ઉપર પણ તમામની નજર રહેશે. ગુજરાતના પાટનગર ગાંધીનગરની બેઠક ઉપર પણ તમામની નજર કેન્દ્રિત રહેશે. વારાણસી અને ગાંધીનગર બેઠક ઉપર ક્રમશઃ મોદી અને અમિત શાહ કેટલા અંતરથી જીત મેળવે છે તે બાબત પણ રાજકીય પંડિતોમાં ચર્ચા હેઠળ છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી જે બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે તે તેમની પરંપરાગત અમેઠી બેઠક ઉપર તેમની જીત કેટલા અંતરથી થાય છે. તેમને ટક્કર આપી રહેલા ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધીને કેટલી હદ સુધી લડત આપે છે અને કોઇ અપસેટ સર્જી શકે છે કેમ તેને લઇને પણ રાજકીય પંડિતોમાં ચર્ચા છે. રાયબરેલી બેઠક ઉપર સોનિયા ગાંધી ચૂંટણી મેદાનમાં છે. અમેઠી અને રાયબરેલી સીટ કોંગ્રેસની સૌથી મજબૂત સીટ રહી છે. ૨૦૧૪માં મોદી લહેર હતી ત્યારે પણ આ બેઠકો ઉપર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ જીત મેળવી હતી. ગાંધીનગરમાં આ વખતે ભાજપ પ્રમુખ અમિત શાહ ચૂંટણી મેદાનમાં છે. ભાજપની સૌથી મજબૂત સીટ ગણાતી ગાંધીનગરમાં અમિત શાહની જીત કેટલા અંતરથી થાય છે તે પણ મહત્વપૂર્ણ રહેશે. કારણ કે આ બેઠક ઉપર આ વખતે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ટિકિટ આપવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં મતદારોની પ્રતિક્રિયા કેવી રહે છે તે બાબત પણ ઉપયોગી રહેશે. દેશના અન્ય ભાગોમાં રહેલી સીટો પૈકી પટણાસાહેબની બેઠક ઉપર પણ સ્પર્ધા ખુબ જોરદાર રહેશે. અહીં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્નસિંહાની ટક્કર કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ સાથે રહેશે. બીજી બાજુ આઝમગઢ બેઠક ઉપર આ વખતે મુલાયમસિંહની જગ્યાએ તેમના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ચૂંટણી મેદાનમાં છે. તેમની સામે ભાજપે ભોજપુરી ફિલ્મના સુપર સ્ટાર દિનેશ લાલ  નિરુહાને ટિકિટ આપી છે. આવી સ્થિતિમાં ટક્કર જોરદાર રહેવાની શક્યતા છે.

(12:00 am IST)
  • હસમુખ અઢીયાને સર્વોચ્ચ જવાબદારી સોંપવાના નિર્દેશો : ટાઈમ્સ નાઉના સિનિયર પત્રકાર મેઘા પ્રસાદે ટ્વીટ કરી જણાવ્યુ છે કે દેશના પૂર્વ નાણાસચિવ શ્રી હસમુખ અઢીયા તાજેતરમાં શ્રી નરેન્દ્રભાઈને દિલ્હીમાં મળ્યા હતા. નવી સરકારમાં તેઓ અધિકારી સ્તરે સર્વોચ્ચ સ્થાને સેવા આપે તેવી પૂરી શકયતા છે. access_time 4:31 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારતભરમાં સૌથી વધુ મત મેળવી નવો રેકોર્ડ સર્જવા તરફ : કેરળની વાયનાડ બેઠક ઉપર કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી ૮.૩૮ લાખથી વધુ મતોની જંગી લીડ મેળવી ભારતમાં સૌથી વધુ લીડથી જીતવાનો રેકોર્ડ સર્જશે : જયારે યુપીની અમેઠીની બેઠક ગુમાવી રહ્યા છે access_time 6:40 pm IST

  • ઓરિસ્સામાં કોંગ્રેસે પરિણામ પહેલા પરાજય સ્વીકાર્યો !વિપક્ષનો દરજ્જો ગુમાવાની પણ ભીતિ :ઓરિસ્સા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નિરંજન પટનાયકે સ્વીકાર કર્યો કે ઓરિસ્સામાં કોંગ્રેસ પોતાના દમ પર સરકાર નહિ બનાવી શકે :તેઓએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ પોતાનો વિપક્ષનો દરજ્જો પણ ગુમાવી શકે છે access_time 1:16 am IST