Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

વેનેઝુએલા ક્રુડતેલનું પેમેન્ટ રૂપિયાના ચલણમાં સ્વીકારવા તૈયાર

રૂપિયાથી દક્ષિણી અમેરિકી દેશ ભારત પાસેથી ખાદ્ય ઉત્પાદન અને દવાઓ ખરીદી શકશે

 

નવી દિલ્હી :દક્ષીણ આફ્રિકાના દેશ વેનેજુએલાએ ભારતને ક્રૂડતેલની લેવડ-દેવળ માટે પેમેન્ટ ભારતીય કરન્સી રૂપિયામાં લેવા માટે તૈયાર છે. વેનેજુએલાના રાજદૂતે જાણકારી આપી હતી. તેમનું કહેવું છે કે એવું કરી બંને દેશોને અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધથી બચાવી શકાશે.

  વેનેઝુએલાના રાજદૂત અગસ્તો મોંટિલે કહ્યું છે કે અમેરિકાના પ્રતિબંધના કારણે તેમના દેશને તેલના ઉત્પાદનમાં નકારાત્મક પ્રભાવ પડ્યો છે. રાજદૂતે તેમના ઘરેલું મામલોમાં હસ્તક્ષેપ કરવા બદલ અમેરિકાની ટીકા કરી છે. વેનેઝુએલા ઈચ્છે છે કે ભારત તેમનું તે ખરીદે અને ભારતીય કરન્સીમાં પેમેન્ટ કરે. રકમથી દક્ષીણ અમેરિકી દેશ ભારત પાસેથી ખાદ્ય ઉત્પાદ અને દવાઓ ખરીદી શકશે.

વેનેઝુએલાએ પ્રકારની વ્યવસ્થા તુર્કી, ચીન અને રૂસ સાથે પણ કરી છે. ભારત માટે પ્રકારના પેમેન્ટ માટે માર્ચમાં કરવામાં આવી હતી. વિત્ત અને પેટ્રોલ મંત્રાલય સાથે ચર્ચા કરવામાં આવી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે ભારતને પોતાની જરૂરત માટેનું વધારે તેલ આયાત કરવું પડે છે અને આયાત કરવામાં આવેલા તેલનું પેમેન્ટ ડોલરમાં કરવામાં આવે છે. ડોલરમાં પેમેન્ટ કરવા માટે રૂપિયો વેંચીને ડોલર ખરીદવા પડે છે. જેનાથી રૂપિયા પર દબાવ વધે છે અને ડોલર મજબુત થાય છે.

  હાલની પરિસ્થિતિમાં વેનેઝુએલા આર્થિક પરિસ્થિતિઓથી પસાર થઇ રહ્યું છે અને તે ગમે તે સંજોગે તેલની નિર્યાત વધારવા માંગે છે. એવામાં વેનેઝુએલા ભારતને ઓછા દરોંમાં પણ રાજી થઇ શકે છે.

(12:38 am IST)