Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સીધા કરવેરાની આવક 10 લાખ કરોડને પાર પહોંચી :18 ટકાનો વધારો :વસુલાતનો વૃદ્ધિદર સાત વર્ષનો સૌથી ઝડપી

 

નવી દિલ્હી: નાણાંકીય વર્ષ 2018 દરમિયાન સીધા વેરાની વસૂલાત 10.03 લાખ કરોડ નોંધાઇ છે. વાર્ષિક સરખામણીએ વસૂલાતમાં 18 ટકાનો વધારો થયો છે.તેમ નાણામંત્રાલયે જણાવ્યું છે

    ડાયરેક્ટ ટેક્સની વસૂલાતનો વૃદ્ધિદર છેલ્લાં સાત વર્ષનો સૌથી ઝડપી હોવાનું મનાય છે. નાણાં મંત્રાલયે એક ટ્વિટમાં જણાવ્યું કે, વર્ષ 2017-18 દરમિયાન સીધા વેરાની વસૂલાતનો આંકડો 10.03 લાખ કરોડે પહોંચી ગયો છે. જે એક મહત્વપૂર્ણ વાત કહી શકાય છે.

  ગત મહિને ફાઇનાન્સ મિનિસ્ટ્રીના અધિકારીઓએ નાણાં વર્ષ 2018નું ડાયરેક્ટ ટેક્સ ક્લેક્શન બજેટમાં મૂકાયેલા અંદાજને વટાવી જવાની ધારણા વ્યક્ત કરી હતી.

(12:23 am IST)