Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

નિપાહ વાયરસ વચ્ચે ચાર જિલ્લામાં ન જવાનું સૂચન

કેન્દ્ર સરકાર દ્વારા પણ પગલા

નવીદિલ્હી,તા. ૨૩, નિપાહ વાયરસ સપાટી ઉપર આવ્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. નિપાહ વાયરસનો મામલો સપાટી ઉપર આવ્યા બાદ કેરળ સરકારે કેરળના ચાર ઉત્તરીય જિલ્લા કોઝીકોડે, મલપ્પુરમ, વયનાડ અને કન્નુરમાં ન જવા માટે લોકોને સૂચના આપી છે. આરોગ્ય સચિવ રાજીવ સદાનંદ તરફથી આ પ્રકારની અપીલ કરવામાં આવી છે. આમા કહેવામાં આવ્યું છે કે, રાજ્યના બાકીના વિસ્તારોમાં જવામાં કોઇ તકલીફ નથી પરંતુ સાવચેતી રાખવામાં આવે તે જરૃરી છે. કેરળના કોઝીકોડે જિલ્લામાં નિપાહ વાયરસના કેટલાક મામલા સપાટી ઉપર આવ્યા છે. આ ઇન્ફેક્શનના કારણે લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. વાયરસના મોટાભાગના મામલા કોઝીકોડેમાં બન્યા છે. વાયરસના સકંજામાં આવવાથી ૧૦ લોકોના મોત પણ થઇ ગયા છે. કેરળના આરોગ્યમંત્રી સેલજાનું કહેવું છે કે, નિપાહ વાયરસના પ્રકોપને કાબૂમાં લેવામાં સફળતા મળી ચુકી છે.

(9:56 pm IST)