Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

મ્યાનમાર : ૧૦૦થી વધુ હિન્દુ લોકોની ઘાતકી હત્યા થઈ હતી

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના રિપોર્ટમાં ધડાકોઃ હત્યા કરતા પૂર્વે એઆરએસએના ત્રાસવાદીઓએ ભારે અત્યાચાર ગુજાર્યો : સુરક્ષા દળોની સાથે પણ અથડામણ

નવીદિલ્હી,તા. ૨૩, રોહિગ્યા ત્રાસવાદી સંગઠનના લોકોએ મહિલાઓ અને બાળકો સહિત ૯૯ લોકોની હત્યા ૨૦૧૭ના ગાળામાં કરી હતી. મ્યાનમારના રાખીન પ્રાંતમાં હિન્દુ ગામોમાં આ લોકોએ કત્લેઆમ ચલાવ્યો હતો. નવા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ રિપોર્ટમાં આ અંગેનો ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. મધ્ય ૨૦૧૭માં અરાકન રોહિગ્યા સાલ્વેશન આર્મી દ્વારા ગંભીર પ્રકારના માનવ અધિકારનો ભંગ કરવામાં આવ્યો હતો. ગેરકાયદે હત્યાકાંડ સર્જ્યા હતા. હિન્દુઓના અપહરણ કરી લેવામાં આવ્યા હતા. સુરક્ષા દળો સાથે પણ તેમની વ્યાપક અથડામણ થઇ હતી. રક્તપાતનો દોર ચાલ્યો હતો. મ્યાનમાર સરકારે બોર્ડર ગાર્ડ ઉપર હુમલા કરવા બદલ એઆરએસએ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. સાથે સાથે કહ્યું છે કે, હિંસાને રોકવા માટે પ્રયાસો પણ કરાયા હતા. રક્તપાતના દોર વચ્ચે હજારોની સંખ્યામાં રોહિગ્યા મુસ્લિમો મ્યાનમાર છોડીને ભાગી પણ ગયા હતા અને આ લોકો પડોશી બાંગ્લાદેશમાં શરણ લેવા પહોંચ્યા હતા. ૨૫મી ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે એઆરએસએના ત્રાસવાદીઓએ હિન્દુ ગામમાં હુમલો કર્યો હતો અને મહિલાઓ અને ાળકો સહિત ૬૯ લોકોને પકડી લીધા હતા. ત્યારબાદ મોટાભાગના આ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. બચી ગયેલા લોકોના કહેવા મુજબ ઘણાને ફાંસી પણ આપવામાં આવી હતી. હિન્દુ મહિલાઓ, પુરુષો અને બાળકો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. તેમના ગામની બહાર લઇ જઇને હત્યા કરતા પહેલા અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. હુમલા કરવામાં મદદરુપ થવા માટે કેટલાક ગામવાળાઓની એઆરએસએ દ્વારા ભરતી પણ કરવામાં આવી હતી પરંતુ રોહિગ્યા ત્રાસવાદીઓની ગતિવિધિ સતત વધતી રહી હતી. રોહિગ્યા ત્રાસવાદીઓ હિન્દુઓ પર અત્યાચાર કરતા રહ્યા હતા.

(9:55 pm IST)