Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

૧૯ નિયમોનું પાલન કરવાની શરતે રાહુલ ગાંધીની સભાને મંજૂરી : ડીજે પર પ્રતિબંધ

મંદસોર તા. ૨૩ : મધ્યપ્રદેશના મંદસોરમાં રાહુલ ગાંધીની રેલી પહેલા જ વિવાદ સામે આવ્યો છે. અહીં વિધાનસભાની ચૂંટણી અંતર્ગત રાહુલ ગાંધી રેલી કરવાની સ્થાનિક પ્રસાશન પાસે મંજૂરી માગી હતી, જેમાં પ્રસાશન દ્વારા કેટલીક શરતોને આધિન રેલીને મંજૂરી આપી હતી, જેમાં ૧૫*૧૫નો ટેંટ લગાવવા, ડીજે પર પ્રતિબંધ અને ધાર્મિક લાગણી દૂભાવવાની ભાષાનો ઉપયોગ કરવાની મનાઇ કરવા જેવી ૧૯ શરતો રાખવામાં આવી છે.

મધ્યપ્રદેશમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, કોંગ્રેસે કમલનાથને પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે, તેમની તાજપોશીની ખુશીમાં મધ્યપ્રદેશના મંદસોરમાં રાહુલ ગાંધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે કોંગ્રેસના નેતા કમલેશ પટેલે એસડીએમ કાર્યાલયમાં અરજી કરી હતી, કાર્યાલય તરફથી તેઓને ૧૯ શરતોનું પાલન કરવાની શરતે મંજૂરી આપી હતી.

(4:30 pm IST)