Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કોંગ્રેસ આર્થિક કટોકટીમાં...

આવકમાં નોંધપાત્ર ઘટાડો, ખર્ચમાં વધારોઃ નેતાઓની હવાઈ યાત્રા નિયંત્રિત થશેઃ પાંચ મહિનાથી રાષ્ટ્રીય સ્તરેથી રાજ્યોને ફંડ મોકલાયુ નથી

નવી દિલ્હી, તા. ૨૩ :. કોંગ્રેસ લોકસભા માટે હાકલા-પડકારા કરે છે, પરંતુ સૂત્રો જણાવે છે કે, કોેંગ્રેસ પાર્ટી ગજબની આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.

દિલ્હી સ્થિત રાષ્ટ્રીય કાર્યાલયના વર્તુળો કહે છે કે, મુખ્ય કાર્યાલયેથી પાંચ મહિનાથી રાજ્યોને ફંડ મોકલાયુ નથી. આ ઉપરાંત નેતાઓની હવાઈ યાત્રાઓ પક્ષને ભારે પડી રહી છે. હવાઈ યાત્રાઓ પર નિયંત્રણ આવી શકે છે.

કોંગ્રેસે રાજ્યોને કરકસરની અપીલ કરી છે,  જો કે વરિષ્ઠ નેતાઓ કહે છે કે, આ સ્થિતિ કામચલાઉ છે. ટૂંક સમયમાં બધુ મેનેજ થઈ જશે.

એક રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષની તુલનાએ કોંગ્રેસની આવકમાં ૧૪ ટકાનો ઘટાડો થયો. લોકસભાની ચૂંટણીમાં ગરીબ કોંગ્રેસે સૌથી ધનિક પક્ષ ભાજપ સામે બાથ ભીડવાની છે.

(4:30 pm IST)