Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

યૌન શોષણની ફરીયાદ માટે સમય મર્યાદા વધારવા વિચારણાઃ પીડીતને પુરો ન્યાય મળશે

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રસ્તાવ કાયદા વિભાગને મોકલ્યો

નવી દિલ્હી, તા. ૨૩ :. મોડી ફરીયાદને કારણે કોઈ પીડીત ન્યાયથી વંચીત ન રહે તેની વાત સાંભળવામા આવે અને તેને ન્યાય મળે એવી જોગવાઈ કરવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે.

આ માટે ફરીયાદ કરવાની સમય સીમા વધારવાની તૈયારી થઈ રહી છે. આ માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એક પ્રસ્તાવ કાયદા વિભાગને મોકલ્યો છે. યૌન શોષણના શિકાર બાળકો ઉંમર લાયક થયા પછી ફરીયાદ કરી શકે તેવા કાયદા ઉપર પણ વિચાર થઈ રહ્યો છે.

મહિલા અને બાળ મંત્રાલયના સૂત્રો મુજબ ઘણીવાર એવી ફરીયાદો પણ આવે છે જેને મોડુ થયું હોવાથી નજર અંદાજ કરાય છે. જેના લીધે પીડીત ન્યાયથી વંચિત રહી જાય છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને મંત્રાલયે ફરીયાદ દાખલ કરવાની સમય સીમા વધારવા અથવા હટાવવા માટેની દરખાસ્ત   કાયદા   વિભાગને  મોકલી  આપેલ છે.

સીઆરપીસીની કલમ ૪૬૮ મુજબ ફરીયાદ કરવા માટે સમય સીમા નક્કી કરાયેલ છે. જેમાં ત્રણ વર્ષની સજા થઈ શકે તેવા ગુનાની ફરીયાદ માટે સમય સીમા નક્કી કરે છે. સૂત્રો મુજબ ત્રણ વર્ષની સજાના ગુન્હામાં છેડતી જેવા ગુનાઓ આવે છે જેમા સમય સીમા લાગુ રહેશે.

(4:01 pm IST)