Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

તુતીકોરીન કોપર પ્લાન્ટ વિસ્તરણ પર હાઇકોર્ટની બ્રેક

મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચે તુતીકોરિનમાં સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝના નવા કોપર સ્મેલ્ટરના નિર્માણ પર રોક લગાવી : તુતીકોરિનમાં મંગળવારે પ્રદર્શનકારીઓ પર થયેલા ફાયરીંગ વચ્ચે રાજકારણ શરૂ થઇ ગયું છે

ચેન્નાઈ તા. ૨૩ : તામિલનાડુના તુતીકોરિનમાં વેદાંતા સ્ટરલાઈટ કોપર યુનિટ વિરૂદ્ઘ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે થયેલી અથડામણમાં ૧૨ લોકોના મોત નિપજયાં છે. ત્યારે આ મુદ્દે પણ હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા મક્કલ નિધિ મઈઅમના ચીફ કમલ હાસન તુતીકોરિન પહોંચ્યા છે. જયાં તેઓ હોસ્પિટલ પહોંચી ઘાયલ થયેલાં પ્રદર્શનકારીઓના ખબર અંતર પૂછ્યા હતા. તો બીજી તરફઙ્ગકોંગ્રેસઙ્ગઅધ્યક્ષઙ્ગરાહુલ ગાંધીએ આ મુદ્દેઙ્ગભાજપઙ્ગઅને ય્લ્લ્ પર નિશાનઙ્ગસાધ્યું છે, જયારે ભાજપના સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ કોંગ્રેસ નેતા ચિદમ્બરમને આ મુદ્દે જવાબ આપવાનું કહ્યું છે. જયારે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે તુતીકોરિનમાં સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝના નવા કોપર સ્મેલ્ટરના નિર્માણ પર રોક લગાવી દીધી છે. તો આ વચ્ચે તામિલનાડુ સરકારે તુતીકોરિન હિંસાની તપાસ માટે રિટાયર્ડ જજ અરૂણા જગદીશનની નિમણૂંક કરી છે.

તુતીકોરિનમાં મંગળવારે પ્રદર્શનકારીઓ પર થયેલાં ફાયરિંગ વચ્ચે રાજકારણ શરૂ થઈ ગયું છે.ઙ્ગ એક તરફ તામિલનાડુના મોટા નેતાઓ જેવાં કે સ્ટાલિન, વાઈકો, થિરૂમવાલન, માર્યા ગયેલા લોકોના પરિવારને મળી શકે છે.ઙ્ગ DMKએ ૨૫ મેનાં રોજ ૧૨ લોકોના મોતના વિરોધમાં ઓલ પાર્ટી પ્રોટેસ્ટનું એલાન કર્યું છે.ઙ્ગતો અભિનેતામાંથી રાજકારણી બનેલા મક્કલ નિધિ મઈઅમના ચીફ કમલ હાસન તુતીકોરિન પહોંચ્યા હતા જયાં તેઓ હોસ્પિટલ પહોંચી ઘાયલ થયેલાં પ્રદર્શનકારીઓના ખબર અંતર પૂછ્યા હતા.

આ ઉપરાંત માર્યા ગયેલાં લોકોના પરિવારને મળી સાંત્વના આપી હતી. કમલહાસને કહ્યું કે, 'આપણ જાણવું જ જોઈએ કે આ ફાયરિંગના ઓર્ડર કોણે આપ્યાં હતા. આ માંગણી હું નથી કરી રહ્યો પરંતુ ભોગ બનનારના પરિવારના લોક કરી રહ્યાં છે. માત્ર નાણાંકિય સહાયની જાહેરાત કરવી તે કોઈ સમસ્યાનું સમાધાન નથી. હકિકતે આ ઈન્ડસ્ટ્રીઝને બંધ કરવી જોઈએ જે ત્યાંના લોકો માગ કરી રહ્યાં છે.'

(2:57 pm IST)