Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

જમીન સંપાદનમાં કોર્ટ વચગાળાની રાહત આપી શકે છેઃ જમીન માલીકો માટે ખાસ ચુકાદો

સુપ્રિમકોર્ટે 'ચુકાદો આપી દેશની તમામ હાઇકોર્ટને જાણ કરીઃ કલમ (૨૪) હાલ બહાર રખાઇ

નવી દિલ્હી તા.૨૩: જમીન માલીકો માટે એક રાહતભર્યો ચુકાદો સુપ્રિમકોર્ટે આપ્યો છે. સુપ્રિમકોર્ટે દેશની તમામ હાઇકોર્ટ ને કહયું છેકે, જમીન સંપાદનના કેસોમા તેઓ વચગાળાની રાહતના આદેશો આપી શકે છે.

 સુપ્રિમકોર્ટના બે ન્યાયધીશ શ્રી એ.કે. ગોયલ અને શ્રી ઇંદુમલ્હોત્રાની બેચે આ આદેશ જાહેર કર્યો હતો. આ બેંચે જણાવ્યું હતું કે હાઇકોર્ટ જમીન સંપાદનના કાનુનની કલમ ૨૪(૨) ને છોડીને બાકીના તમામ મુદાઓ ઉપર ફેંસલો કરી શકે છે. કલમ ૨૪(ર) સુપ્રિમકોર્ટની બંધારણીય બેંચના દાયરામાં રખાઇ છે.

આ આદેશ પુના કોર્પોરેશન તથા ઇંદોર ડેવલપમેન્ટ ઓથોરીટીના મામલામાં લેવાયેલ બે નિર્ણય ઉપર સુપ્રિમકોર્ટે આપ્યો હતો.

(2:47 pm IST)