Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

આતંકી સંગઠને આધુનિક મોબાઇલ વિકસાવ્યોઃ આ મોબાઇલ ટ્રેસ નહિ થાયઃ

લશ્કરે તૈયબાએ ૨૦૧૭માં પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાંથી ૪૫૦ યુવાનોની ભારત વિરોધી પ્રવૃતિ માટે ભરતી કરીને તાલીમ આપી

હાફિઝ સઇદની આગેવાની હેઠળ ચાલતી લશ્કરે તૈયબાની વિદ્યાર્થી પાંખ અલ મુહમ્મદીઆ સ્ટુડન્ટસ દ્વારા તેમના મેમ્બરો સાથે સંદેશા વ્યવહાર માટે એક ખાસ મોબાઇલ ડેવલપ કરાયો છે.

એક ખાસ પ્રકારની ચીપ મોબાઇલમાં લગાડતા તે નજીકના મોબાઇલ ટાવર સાથે જોડાય જાય છે. પછી ભલે તે ગમે તે ટેલીકોમ કંપનીનો હોય અને તેના દ્વારા થયેલ વાતચીત ઇન્ટેલીજન્સ એજન્સી ટ્રેસ નથી કરી શકતી. જો ઇન્ટેલીજન્સ એજન્સીઓ તેને અવરોધવાનો પ્રયત્ન કરે તો કોલ તરત જ ડીસકનેકટ થઇ જાય છે.

૭ એપ્રિલ ના રોજ કુપવાડાના જગહિમાલ વિસ્તારના એક ઘરમાંથી પકડવામાં આવેલ પાકિસ્તાનના મુલ્તાન પ્રાંતના ૨૦ વર્ષના લશ્કરે તૈયબાના આતંકવાદી ઝૈબુલ્લાહે પુછપરછ દરમ્યાન આ વિગતો કહી હતી. ઝૈબુલ્લાહ પાકિસ્તાની આવકવેરા અધિકારી નો પુત્ર છે. તે આ વર્ષના માર્ચની ૨/૩ તારીખે અન્ય પાંચ ત્રાસવાદીઓ સાથે ભારતમાં ઘુસ્યો હતો. તેના સાથીઓ ૨૦ માર્ચના રોજ એક એન્કાઉન્ટરમાં ભારતીય સેન્ય દ્વારા માર્યા ગયા હતા.

(2:46 pm IST)