Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

વોર્નર બ્રધર્સની મોગલીનું ટ્રેલર થયું રિલીઝ : હવે જંગલમાં નહીં માણસો સાથે થશે ટક્કર : જીવતા રહેવા કરશે સંઘર્ષ

ફિલ્મની રજૂઆત અને એનિમેશન શાનદાર : નિતીન સાહનીના મ્યુઝિક સાથે ફિલ્મને વધુ સારો ઓપ અપાયો

નવી દિલ્હી તા. ૨૩ : વોર્નર બ્રધર્સે પોતાની ફિલ્મ મોગલીનું ટ્રેલર રિલીઝ કર્યું છે. મોગલી બાળકોના પસંદગીના પાત્રો પૈકીનું એક છે અને જંગલમાં જાનવરો સાથે એક બાળકની દોસ્તી દર્શકોને ઘણી પસંદ આવી છે. જે બાદ હવે ફરી એકવાર મોગલી દર્શકોને રિઝવવા આવી રહ્યો છે.

મોગલી એક નવી વાર્તા સાથે આવી રહી છે. ફિલ્મની વાર્તા ધ જંગલ બુકને આગળ ધપાવી રહી છે. આ ફિલ્મમાં મોગલના રૂપમાં રોહન ચંદ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર સ્પષ્ટ કરે છે કે આ ફિલ્મની વાર્તા મોગલીના જીવતા રહેવાનો જોરદાર સંઘર્ષ દર્શાવે છે.

અહીં નોંધનિય છે કે, ૨૦૧૬માં રજૂ થયેલી મોગલીની ધ જંગલ બુકમાં મોગલીના બાળપણની વાર્તા બતાવવામાં આવી છે. જેમાં બતાવાયું છે કે તે કેવી રીતે જંગલનો હિસ્સો બને છે.

ફિલ્મના વિઝયુઅલ્સ અને એનિમેશન ઘણું શાનદાર છે અને નિતિન સાહનીનું મ્યુઝિક ફિલ્મને વધુ સારી બનાવી રહ્યું છે.

બધીરા અને બલ્લૂ એના દોસ્ત બને છે પરંતુ શેરખાન પોતાનો બદલો લેવા ઇચ્છતો હોય છે અને મોગલી બધી રીતે બચતો રહે છે. જોકે અંતમાં તે પોતાની ચાલાકીથી ચકમો આપે છે અને તે મરી જાય છે. અહીં ખતમ થયેલી અગાઉની ફિલ્મ હવે કયાંથી શરૂ થાય છે અને શું દર્શાવે છે એ જોવાનું રહ્યું.

(2:43 pm IST)