Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

તિરૂપતિમાંથી ડાયમંડની ચોરી ૫૦૦ કરોડમાં હરરાજી !

હૈદરાબાદ તા. ૨૩ : દેશના સૌથી સંપત્ત્િ।વાન ધાર્મિક સંસ્થાઓમાંથી એક આંધ્રપ્રદેશનું એક આઇકોનિક તિરુમાલા મંદિર હવે ચોરી અને રાજકારણના આક્ષેપોમાં સપડાયું છે. તાજેતરમાં તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનના હાંકી કાઢવામાં આવેલાં મુખ્ય પૂજારીએ આક્ષેપ કર્યો છે કે ભગવાન બાલાજીના પ્લેટિનમ નેકલેસનો ભાગ કિંમતી પિંક ડાયમંડ ગુમ છે અને તેમણે આવી આશંકા વ્યકત કરી છે કે આ જવેલરીની આ પીસની તાજેતરમાં જીનિવામાં ડ્ડ૫૦૦ કરોડમાં હરાજી કરાઇ હતી. દીક્ષિતુલુ (૬૯)એ ગુમ જવેરાતમાં સીબીઆઇ તપાસની માગણી કરી છે. તેમણે આક્ષેપ મુકયો છે કે ૧૯૯૬થી જવેલરીના આવા અનેક પીસ ગુમ થઇ ગયા છે. પરંતુ આ તેમના આક્ષેપોનો એક ભાગ જ છે. જેણે હવે રાજકીય વળાંક લઇ લીધો છે. એનું પાછળનું કારણ પૂર્વ પૂજારીના કેન્દ્રીય નેતાઓ સાથેનો ઘરોબો છે. જોકે મંદિરના સત્તાવાળાઓ તેમના આક્ષેપોને પ્રેરિત ગણાવે છે. તેઓ કહે છે કે પૂર્વ પૂજારી આ મહિનામાં બે વખત ભાજપ પ્રમુખ અમિત શાહને મળી ચૂકયા છે. કર્ણાટકની ચૂંટણીના એક દિવસ અગાઉ પણ તેઓ અમિત શાહને મળ્યા હતા.

(2:45 pm IST)