Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

રાષ્ટ્રપતિ શીમલામાં: પુસ્તકો ખરીધ્યા

રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યો : ક્રેડીટ કાર્ડથી બીલ ચુકવ્યું

 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શીમલામાં હિમાચલ પ્રદેશ  પર્યટન વિકાસ નિગમના એક રેસ્ટોરામાં અચાનક જઇને સૌને આશ્ચર્ય ચકિત કરી દીધા અને ત્યાં નાસ્તો પણ કર્યો અધિકારીઓએ જણાવ્યું કે પીટરહાફથી પાછા ફરતી વખતે શ્રી ગોવિંદ અને  તેમના પત્નિ સરિતા આશિયાના રેસ્ટોરામાં ગયા અને ત્યાં ચા-નાસ્તો કર્યો. રાષ્ટ્રપતિને જોવામાં રેસ્ટોરન્ટની આજુબાજુ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ હતી. રાષ્ટ્રપતિએ લોકોનું અભિવાદન કર્યું અને બિલ પણ ચુકવ્યું રાષ્ટ્રપતિની ગાડીઓનો કાફલો રીંગ રોડ પર ઉભો હતો જેના લીધે લોકોને અસુવિધા થઇ રહી છે. તેવુ જણાતા રાષ્ટ્રપતિએ અધિકારીઓને ગાડીની સંખ્યા ૧૭માંથી ૪ કરવાનું કહયું પછી તેમણે માલરોડ પર ચકકર માર્યું અને મીનરવા બુક શોપમાંથી બે પુસ્તકો ખરીધા.

 રાષ્ટ્રપતિ અચાનક આવ્યા અને બિલની ચુકવણી કરી તેનાથી રેસ્ટોરન્ટના કર્મચારીઓ ખુબ જ ખુશ થયા. રેસ્ટોરન્ટ મેનેજરે કહયું કે અમારા રેસ્ટોરન્ટમાં  રાષ્ટ્રપતિ પર્ધાયા તે ગૌરવની વાત છે. શિમલામાં તેઓ ૬ દિવસ રોકાવાના છે.

(2:42 pm IST)