Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ભારત આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ઘરમાં જ ઘેરશે

ઇસ્લામાબાદથી શરૂ થતા આંતકવાદ વિરોધી પરિષદમાં ભારત તેના પ્રતિનિધિ મંડળને મોકલશે

નવી દિલ્હી તા. ૨૩ : ભારત આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને તેના ઘરમાં જ ઘેરી લેશે. એસસીઓના બેનર હેઠળ ઇસ્લામાબાદથી શરૂ થતા આતંકવાદ વિરોધી પરિષદમાં ભારત તેના પ્રતિનિધિમંડળને મોકલશે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા એક નિવેદન અનુસાર, ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ સંપન્ન દેશો છે જેની વચ્ચે તાજેતરમાં તણાવ હોવા છતાં, ભારતીય પ્રતિનિધિમંડળ આ પરિષદમાં ભાગ લેવા જઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ૨૦૧૭માં જૂન મહિનામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના સભ્ય બન્યા બાદ પ્રથમ વખત આ મિટિંગનું આયોજન કરવા જઈ રહ્યું છે. ચાઇના, કઝાખિસ્તાન, કિર્ગિસ્તાન, ભારત, રશિયા, તજાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને પાકિસ્તાનના નિષ્ણાતો શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના આઠ સભ્ય દેશો તરીકે ભાગ લેશે. નિવેદનમાં જણાવાયું છે કે એસસીઓ પ્રાદેશિક વિરોધી ત્રાસવાદી માળખાના પ્રતિનિધિઓ પણ બુધવારથી શરૂ થનારી ત્રણ દિવસીય પરિષદમાં ભાગ લેશે. આ બેઠકમાં, કાયદાના નિષ્ણાતો આ પ્રદેશમાં હાજર આતંકવાદની ધમકીઓ અને આતંકવાદ નિવારણ પ્રયત્નો અંગે પણ ચર્ચા કરશે.

કોન્ફરન્સમાં ભારતની હાજરી નોંધપાત્ર છે કારણ કે તે ૨૦૧૬માં યોજાયેલી સાર્ક સમિટનું બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તે સમયે પાકિસ્તાનને સતત આતંકવાદને ટેકો આપવા કહ્યું હતું.

પાકિસ્તાન દ્વારા આતંકવાદને આપવામાં આવતા રક્ષણને કારણે ભારત તેની સાથે દ્વિપક્ષીય બેઠકમાં નથી મળતું. એટલું જ નહીં, કાશ્મીરમાં ત્રાસવાદીઓને આતંક ફેલાવાને કારણે ભારત નારાજ છે. આનો અર્થ એવો થાય કે આતંકવાદ નિવારણ પરિષદમાં ભારતનું શામેલ થવું ખુબ મહત્વપૂર્ણ છે.

(2:41 pm IST)