Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ટેલેન્ટેડ અને ઇન્વેસ્ટર્સને 10 વર્ષ સુધી રેસીડેન્સ વિઝા આપશે દુબઈ સરકાર: સ્ટુન્ડટસને પણ લાભ

નવી દિલ્હી :દુબઇ સેટલ થવાનું સ્વપ્ન જોતા લોકો માટે રાહતના અહેવાલ છે જો દુબઈ સરકારની જરૂરિયાત પ્રમાણેનું સ્પેશિયલ ટેલેન્ટ હશે તો આ શક્ય બનશે સંયુક્ત આરબ અમીરાતની સરકારે આંતરરાષ્ટ્રીય રોકાણકારો, પ્રોફેશનલ્સ અને સ્ટુડન્ટ્સ સહિત તમામ ટેલેન્ટેડ લોકો માટે 10 વર્ષ સુધીના રેસીડેન્ટ વીઝા પ્રોગ્રામ લૉન્ચ કર્યો છે આ પ્રોગ્રામ અંતર્ગત તમામ ટેલેન્ટેડ લોકો અને ઈન્વેસ્ટર્સને સંયુક્ત આરબ અમીરાતમાં 10 વર્ષ સુધી રહેવાના વીઝા આપવામાં આવશે.

   સમાચાર એજન્સી WAMની એક રિપોર્ટ પ્રમાણે, આ નિર્ણય દેશના વધુ ઊંચાઈ પર લઈ જવા માટે લેવામાં આવ્યો છે. આનાથી ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટર્સ અને ટેલેન્ટેલ લોકોની સાથે-સાથે દેશને પણ ઘણો ફાયદો થશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ નવા વીઝા પ્રોગ્રામની ઘોષણા રવિવારે સંયુક્ત આરબ અમીરાતના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતૂમે કરી છે. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ‘સંયુક્ત આરબ અમીરાત ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટર્સ અને ટેલેન્ટેડ લોકો માટે એક મુખ્ય કેન્દ્ર બનશે. અમારું મુક્ત વાતાવરણ, સહનશીલતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લચીલી વ્યવસ્થા ગ્લોબલ ઈન્વેસ્ટર્સ અને ટેલેન્ટેડ લોકોને આકર્ષિક કરવાની સૌથી સારી યોજના છે.

  એક અહેવાલ મુજબ ત્યાંની મિનિસ્ટ્રી ઑફ ઈકોનોમીને આ વર્ષના ત્રીજા ક્વાર્ટર સુધી આ પ્રોગ્રામ સાથે જોડાયેલી તમામ જાણકારી એકઠી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, નવી સિસ્ટમ ઈન્વેસ્ટર્સ અને બાકી લોકોને આકર્ષિત કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે અને ગ્લોબલ લેવલ પર દેશની આર્થિક વ્યવસ્થામાં વધારો થશે.

   મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવા વીઝા પ્રોગ્રામ અંતર્તગ મેડિકલ, સાયન્સ, રિસર્ચ અને ટેકનિકલ સેક્ટર્સના નિષ્ણાતોની સાથે-સાથે આ સેક્ટરમાં રોકાણ કરનારા લોકોને સંયુક્ત આરબ અમીરાતમાં 10 વર્ષના વીઝા આપવામાં આવશે. આ ઉપરાંત અહીં ભણી રહેલા સ્ટુડન્ટ્સને પાંચ વર્ષના રેસીડેન્ટ વીઝા જ્યારે ટેલેન્ટેડ લોકોને 10 વર્ષના રેસીડેન્ટ વીઝા આપવામાં આવશે.

(12:00 am IST)