Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સમાજવાદી પાર્ટી 82 કરોડની આવકની સાથે સૌથી ધનવાન પ્રાદેશિક પક્ષ :તેલુગુ દેશમ બીજાક્રમે ધનિક

કુલ 32 પ્રાદેશિક પક્ષ પૈકી 14 પાર્ટીનો આવકમાં ઘટાડોનો દાવો :13 પક્ષે વધારો દર્શાવ્યો જયારે પાંચે રિટર્ન ભર્યું જ નહીં

લખનૌ : સમાજવાદી પાર્ટી (એસપી)એ  82.76 કરોડની જાહેર કરેલી આવકની સાથે 32 પ્રાદેશિક પક્ષમાં સૌથી વધુ ધનવાન પાર્ટી છે. જોકે સમાજવાદી પાર્ટીએ આવકથી 64.34 કરોડ રૂપિયાના વધુ ખર્ચની વાત કરી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સની એક હેવાલ મુજબ  એસપી બાદ 72.92 કરોડ રૂપિયાની સાથે તેલુગૂ દેશમ પાર્ટી (ટીડીપી) છે અને ત્યારબાદ એઆઈએડીએમકે છે, જેની આવક 48.88 કરોડ રૂપિયા છે. 

   નાણાકિય વર્ષ 2016-2017માં પ્રાદેશિક પક્ષોની કુલ આવક 321.03 કરોડ રૂપિયા રહી. તેમાંથી 14 પાર્ટીએ દાવો કર્યો કે તેની આવકમાં ઘટાડો થયો છે અને 13 પક્ષેએ આવકમાં વધારાની વાત કરી છે. પાંચ પ્રાદેશિક પક્ષોએ ચૂંટણી પંચમાં પોતાનું આવકવેરા રિટર્ન જમા કરાવ્યું નથી. તેમાં ભારતીય રાષ્ટ્રીય લોકદળ, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી, જમ્મૂ તથા કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, ઓલ ઈન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટ તથા કેરલ કોંગ્રેસ મણિ સામેલ છે. 

  ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન વ જનતા દળ સેક્યુલરે જાહેરાત કરી કે, તેની સંબંધિત આવકના 87 ટકાથી વધુ ખર્ચ થયો નથી, જ્યારે ટીડીપીએ કહ્યું કે, તેની આવકના 67 ટકા વધ્યા છે. ડીએમકેએ પોતાની આવકથી 81.88 કરોડ રૂપિયા વધુ ખર્ચ થયાની જાહેરાત કરી જ્યારે સમજવાદી પાર્ટી તથા એઆઈડીએમકેએ પોતાની આવક કરતા ક્રમશઃ 64.36 કરોડ રૂપિયા તથા 37.89 કરોડ રૂપિયાનો વધુ ખર્ચ થયાની જાણકારી આપી છે. 

 

(12:00 am IST)