Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ગાંધીને દરેક વસ્તુમાં આરએસએસનો હાથ દેખાય તો અમે શું કરી શકીએ:અમિતભાઇ શાહ

રાહુલ ગાંધીએ સિવિલ સેવામાં પસંદગી પામેલ ઉમેદવારોની સેવા અને કેડર પ્રક્રિયા બાબતે સરકારની ટિક્કા કરી હતી

 

નવી દિલ્હી ;ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અમલદારોના કેડર અને સેવા પ્રક્રિયામાં આરએસએસના હસ્તક્ષેપના નિવેદન પર વળતો જવાબ આપતા કહ્યું કે જો રાહુલ ગાંધીને દરેક વસ્તુમાં આરએસએસનો હાથ દેખાય છે તો તેમાં અમે જય કરી શકીએ નહીં

 રાહુલ ગાંધીએ પહેલા દિવસે ટ્વીટ પર કેવળ ફાઉન્ડેશન ફોર્સના આધારે સિવિલ સેવામાં પસંદગીના ઉમેદવારોને સેવા અને કેડર ફાળવવાના સરકારના પ્રસ્તાવની ટિક્કા કરી હતી

   અમિતભાઇ શાહે પત્રકારોને કહ્યું કે હું સમજવામાં નિષફ્ળ છું કે તેમાં આરએસએસ ક્યાંથી આવ્યું પરીક્ષા જેવી હોય છે તેવી હશે જે કોઈ પાસ કરશે તેના પર કોઈપણ પ્રકારની મનમાની નિયંત્રણ કરવાની કોશિશ કરશે નહિ સવાલ છે કે કેવી રીતે પ્રશિક્ષણને પ્રદર્શનથી જોડી શકાય અને પણ માત્ર પ્રસ્તાવ છે તેના પર નિર્ણય થવો હજુ બાકી છે

(12:30 am IST)
  • પુર્વ કેન્દ્રીય મંત્રી બંડારૂ દતાત્રયના યુવાન પુત્ર વૈશ્નવનું હૃદયરોગના હુમલાથી અવસાન access_time 2:37 pm IST

  • ગુલામ નબી આઝાદના ' ભાવ' વધ્યાઃ કર્ણાટકમાં રાજકીય કુનેહ દાખવનાર કોંગી નેતા ગુલામ નબીને કર્ણાટકના પ્રભારીનું ઇનામ મળી શકે છેઃ સોનિયાજીનુ ગુડબુકમાં એહમદભાઇના સ્થાને ગુલામ નબી ગોઠવાયાઃ કર્ણાટકમાં હારેલી બાજી જીતી દેખાડી access_time 11:41 am IST

  • ભારતમાં મહિલાઓ માટે પ્રેગ્નન્સીનો ઈન્શ્યોરન્સ નથી એ બહુ દુઃખની વાત છે : કરીના : તે કહે છે કે પ્રેગ્નન્સી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને એ માટે વીરે દી વેડિંગનું શૂટિંગ લંબાવવામાં આવ્યું હતું access_time 3:48 pm IST