Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કર્ણાટકમાં કોંગ્રેસના જી,પરમેશ્વર નાયબ મુખ્યમંત્રી બનશે : કે આર રમેશકુમારને સ્પીકરપદે આરૂઠ થશે

બહુમતી સાબિત કર્યા બાદ કેબિનેટનો વિસ્તાર કરાશે

 

કર્ણાટકમાં મુખ્યમંત્રીપદે આવતી કાલે કુમારસ્વામી શપથ ગ્રહણ કરશે ત્યારે હવે ડેપ્યુટી મુખ્યમંત્રી અને સ્પીકરનું નામ પણ નક્કી થઇ ગયું છે. કોંગ્રેસના જી પરમેશ્વર ડેપ્યુટી મુખ્યમંત્રી બનશે, જ્યારે કોંગ્રેસના કે આર રમેશ કુમારને સ્પીકર બનાવવામાં આવશે.

    બુધવારે જેડીએસ નેતા કુમારસ્વામી સીએમ પદ અને કોંગ્રેસ નેતા જી પરમેશ્વર ડેપ્યુટી મુખ્યમંત્રી પદ માટે શપથ ગ્રહણ કરશે. ગુરુવારે કુમારસ્વામી ફ્લોર ટેસ્ટ આપી બહુમતી સાબિત કરશે, ત્યારબાદ કેબિનેટનો વિસ્તાર કરશે.

   ડેપ્યુટી મુખ્યમંત્રી પદ માટે મંગળવારે કોંગ્રેસ-જેડીએસની મીટિંગ યોજાઇ હતી, મીટિંગ બાદ જેડીએસ નેતા કુમારસ્વામીએ કહ્યું કે શપથગ્રહણ બાદ મંત્રીઓના પોર્ટફોલિયો પર નિર્ણય લેવાશે, તેઓએ કહ્યું કે કોંગ્રેસ સાથે બધુ બરાબર ચાલી રહ્યું છે, બંને પાર્ટીમાં મતભેદની વાત માત્ર અફવા છે.

(9:30 pm IST)