Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

જાદુના શો માં હાથી કર્યો ગાયબ :હવે ગુરુવારે હાઇકોર્ટમાં સુનાવણી

જાદૂગર આનંદ મુશ્કેલીમાં મુકાયા છે ગત 4મેથી આનંદ શર્માનો શો ઈન્દોરના રવિન્દ્ર નાટ્ય ગૃહમાં ચાલી રહ્યો છે. આ શોમાં લોકોથી ભરેલા મંચ પરથી હાથીને ગાયબ કરવાનો કરતબ બતાવ્યો હતો.જેના પગલે ઈન્દોરના પશુ પ્રેમી સંગઠને આનંદના આ એક્ટને સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના અને પશુ પર ક્રૂરતા માનીને હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ બાબતે આગામી ગુરૂવારે (24 મે) ઈન્દોરની ખંડપીડ સુનવણી કરશે.

    ઈન્દોરના રવિન્દ્ર નાટ્ય ગૃહમાં જાદૂગર આનંદ કેટલાક દિવસથી પોતાનો મેજિક શો કરી રહ્યાં છે. આનંદ અહી દિવસભર ત્રણ શો કરે છે. તે માટે આનંદે ઈન્દોરના મહાવત રામેશ્વરની હાથીણીને ભાડા પર લીધી હતી. હાથીણી રજની બિમાર હતી, ઘાયલ થયા બાદ પણ તેની પાસે સર્કસમાં શો કરાવવામાં આવતો હતો.

 

(9:20 am IST)