Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

મહારાષ્‍ટ્રની મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલ લલિતા સાલ્વેની જેન્ડર ચેન્જ કરવા માટેની અરજી મંજૂરઃ પોતાની જુની ઓળખ સાથે નોકરી ચાલુ રાખશે

મુંબઇઃ જેન્ડર ચેન્જ કરવાનો ટ્રેન્ડ ધીમે ધીમે વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે સેક્સ ચેન્જ કરવાની મંજૂરી માંગતી અરજી કરી હતી. મહારાષ્ટ્ર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી લલિતા સાલ્વે આજે વધારે ખુશ છે. તેમને એસપી જી શ્રીધરનો પત્ર મળ્યો જેમાં લખ્યું હતું કે, તેને સેક્સ ચેન્જ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સેક્સ ચેન્જ કરાવ્યા બાદ પણ તે પોતાની જૂની ઓળખ સાથે નોકરી કરી શકશે. પત્ર હાથમાં આવતા જ તે ખુબ જ ખુશ થઇ અને બીજા દિવસે તે મુંબઇ પહોંચી ગઈ છે. જ્યાં ડોક્ટરને મળીને તે પોતાનો સેક્સ પરિવર્તન કરાવશે.

29 વર્ષની લલિતાને નવ વર્ષ પહેલા પોલીસ વિભાગમાં નોકરી મળી હતી. બે વર્ષ પછી તેના શરીરમાં અસામાન્ય ફેરફાર થવા લાગ્યો. તેણે ડોક્ટરને બતાવ્યું તો જાણવા મળ્યું કે તેના શરીરમાં પુરુષોના હોર્મોન્સ ડેવલોપ થઇ રહ્યા છે. ત્યારબાદ ડોક્ટરે તેને સેક્સ ચેન્જ કરવાની સલાહ આપી હતી.

ત્યારબાદ લલિતાએ સપ્ટેમ્બર 2017માં પોલીસ વિભાગમાં વિનંતી પત્ર આપીને એક મહિનાની રજા માંગી હતી. જેથી તે સેક્સ ચેન્જ કરાવી શકે. પરંતુ તેની વિનંતી અરજી પત્ર નવેમ્બર 2017માં નકારી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટે એક મેડિકલ બોર્ડની રચના કરી હતી. નિષ્ણાતોની પેનલને જાણવા મળ્યું કે, લલિતાના શરીરમાં મહિલાઓના હોર્મોન્સ નથી. તેમને લલિતાના શરીરમાં અવિકસિત લિંગ વિશે પણ જાણવા મળ્યું હતું. 1995માં જ્યારે લલિતા સાત વર્ષની હતી ત્યારે તેને ટ્યૂમર સમજીને કાપી નંખાવ્યું હતું.

વર્ષે માર્ચ મહિનામાં સીએમ ફડનવીસને પત્ર લખીને આવેદન પત્ર આપીને જણાવ્યું હતું કે તેનો કેસ સ્પેશિયલ કેસ માનવામાં આવે. તે પોતાની નેમ પ્લેટમાં લલિતાની જગ્યાએ લલિત કરવા માંગે છે. લલિતાના આ આવેદનને સીએમ દેવેન્દ્ર ફડનવીસને મંજૂરી આપી દીધી છે.

મંજૂરી મળતા જ લલિતાએ સીએમ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો ધન્યવાદ માન્યો હતો. જેમણે સેક્સ બદલ્યા બાદ પણ નોકરી નોકરી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. તેનું કહેવું છે કે હવે તે એક નવી જિંદગી જીવવા માટે તૈયાર છે. તેને પોતાને લલિત કહેવડાવું વધારે પસંદ પડશે. આ નિર્ણયથી લલિતાના સહકર્મચારીઓ પણ વધારે ખુશ છે.

(12:00 am IST)