Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

તેલના ભાવ અંગે સરકાર ગંભીરઃ પેટ્રોલીયમ પ્રધાનોની બેઠક યોજાશેઃ અમિતભાઇ શાહ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની ગ્રામ સ્વરાજ યોજના શરૂ કરવા જઇ રહી છે, આ યોજનાની માહિતી આપવા માટે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ આગામી દિવસોમાં કેન્દ્ર સરકારની યોજના તથા સરકારે 4 વર્ષ દરમિયાન કરેલા કાર્યો વિશે માહિતી આપી હતી.

હાલમાં પેટ્રોલના વધેલા ભાવ અંગે વાત કરતાં અમિતભાઇ શાહે જણાવ્યું કે તેલના ભાવ અંગે સરકાર ગંભીર છે, અંગે પેટ્રોલિયમ પ્રધાનોની બેઠક યોજાશે, સાથે જ અમિતભાઇ શાહે જણાવ્યું કે ગામડાઓને સમસ્યાઓથી મુક્ત કરવા એ સરકારની પ્રાથમિકતા છે, ગ્રામ સ્વરાજ યોજના અંતર્ગત દરેક ગામમાં વીજળી પહોંચાડવામાં આવી છે, સરકારની આ યોજના ચૂંટણીલક્ષી નથી.

રાજ્ય સરકાર દ્વારા 14 એપ્રિલથી 5મેં સુધી ગ્રામ સ્વરાજ અભિયાન હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ દેશભરમાં ગામડાઓમાં વિકાસ કાર્યો પૂર્ણ કરવા ભાર મૂકવામાં આવ્યો હતો.  તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ વિકાસની લગતી યોજનાઓનો પણ પ્રસાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 42મી મન કી બાત શ્રેણીમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે 14 એપ્રિલ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજ્યંતિથી 5 મે સુધી સમગ્ર દેશમાં ગ્રામ સ્વરાજ અભિયાન હાથ ધરવામાં આવશે.

(7:43 pm IST)