Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

બાળકોનો ઉછેર દાદા-દાદીની જવાબદારી નથી

પુણે ફેમીલી કોર્ટનો મહત્વનો ચુકાદોઃ પૌત્ર-પૌત્રી તેઓ પર બોજ બનવા જોઇએ નહિ : વડીલો પર આરામ, મનોરંજન, અને યાત્રાઓ છોડીને બાળકોનું ધ્યાન રાખવાનું દબાણ ન કરી શકાય

પુણે, તા.૨૨: બાળકોના માતા-પિતાએ સમજવું જોઇએ નહિ કે દાદા-દાદી તેઓના બાળકોના બેબીસીટર છે. પૌત્ર-પૌત્રી, દાદા-દાદી માટે બોજ બનાવા જોઇએ નહિ આ વાતને પુણે ફેમિલી કોર્ટે કહી છે.

ખરેખર, ફેમીલી કોર્ટમાં એક મહિલાએ ભરણપોષણ માટે અરજી દાખલ કરી હતી. મહિલાએ કહ્યું કે સાસુ-સસરા તેના બાળકોની દેખભાળ કરતા નથી. તેથી તેઓ પોતાના બાળકોને ક્રેશમાં રાખવા મજબુર છે. તેઓની આ વાત પર કોર્ટ તેઓને ફટકાર લગાવી.

કોર્ટે કહ્યું કે પોતાના બાળકોની દેખરેખ કરવી માતા-પિતાની જવાબદારી છે. દાદા-દાદી કે નાના-નાનીની નહિ. તે લોકો વડીલ હોવાના કારણે માતા-પિતાને સપોર્ટ કરી શકે છે. અને તેઓને ગાઇડ કરી શકે છે. અને બાળકોની દેખભાળ કરવામાં મદદરૂપ થઇ શકે છે. પરંતુ તેઓના બાળકોને તેના પર બોજ બનાવા દેવા જોઇએ નહિ. દાદા-દાદી કે નાના-નાનીને બેબીસીટર બનાવી શકાય નહી કે તેઓ પોતાના આરામ મનોરંજન અને યાત્રાઓ છોડીને પોતાના પૌત્ર-પૌત્રીની દેખભાળ કરે.

(4:19 pm IST)