Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

તાતા મુંદ્રા પાવર પ્લાન્ટ વિરૂધ્ધ અમેરિકી સુપ્રિમ કોર્ટમાં સુનાવણી

ભારત - કચ્છમાં ધમધમતા પ્લાન્ટ અંગે અમેરિકી સુપ્રિમમાં કેસ : આ યોજનામાં અમેરિકાની ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશને ૪૫ કરોડ અમેરિકી ડોલરની મદદ કરી છે : કોલસાથી ચાલતો પાવર પ્લાન્ટ ખૂબ નુકસાન કરે છે, તેને બંધ કરવા આદેશ આપવા માંગણી

નવી દિલ્હી તા. ૨૨ : ગુજરાતના મુંદ્રાના પાવર પ્લાન્ટનો વિવાદ અમેરિકાની સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. આ અરજી અંગે સુપ્રિમ કોર્ટે સુનાવણી કરવા મંજૂરી આપી દીધી છે.

વોશિંગટન ડીસી સ્થિત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન મુંદ્રાના પ્લાન્ટ માટે મદદ કરી છે, આ પ્લાન્ટથી પર્યાવરણને પારાવાર નુકસાન થાય છે, તે મતલબની અરજી ભારતીય ગ્રામજનો વતી થઇ છે. આ મામલાની સુનાવણી ઓકટોબર મહિનામાં થશે. ટાટા મુંદ્રામાં કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટના કારણે પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચે છે તેવો આરોપ લગાવાયો છે.

આ અમેરિકી સંસ્થાએ પણ પયર્વિરણીય નુકશાનની તપાસ કર્યા વગર પ્રોજેકટને ફંડ આપી દીધું છે તેવી દાદ માગવામાં આવી છે. અમેરિકી સુપ્રીમ કોર્ટ આ અપીલ પર ઓકટોબરમાં સુનાવણી કરશે.

બુધા ઈસ્માઈલ જામ નામના ગ્રામવાસી તેમજ અન્ય માછીમારો અને ખેડૂતોએ અપીલમાં એવું કારણ આપ્યું છે કે, મુન્દ્રાના કોલસા આધારિત પાવર પ્લાન્ટના પ્રોજેકટથી પયર્વિરણને મોટી નુકસાની પહોંચી છે.

અરજદારોએ એવી ફરિયાદ પણ કરી છે કે, ટાટાનો મુન્દ્રા પાવર પ્લાન્ટ આંતરરાષ્ટ્રીય પયર્વિરણીય માપદંડો સાથે મેચ થતો નથી અને પયર્વિરણને ભયંકર નુકસાન કરે છે.

હવે અમેરિકી સુપ્રીમ કોર્ટ એ વાતની ખરાઈ કરશે કે, અમેરિકાની સંસ્થાને આવા પ્રોજેકટ માટે ફંડ આપવા માટેની સ્વાધીનતા કે અધિકાર છે કે નહીં.

આ પહેલા નીરાલી અદાલતોએ અરજદારોની અરજી ફગાવી દીધી હતી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો હતો સુપ્રીમે પણ ફરમાવ્યું હતું કે, આ સંસ્થાને આવા ફંડનો અધિકાર છે.૧૯૪૫ના ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઈમ્યુનિટી એકટ હેઠળ અમેરિકા સ્થિત નાણાંકીય સંસ્થા પ્રોજેકટ માટે ફંડ આપી શકે છે તેવી દલીલ અંગે હવે અમેરિકી સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.

(4:07 pm IST)