Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો નિર્ણય જવાનો કરે

સીઝફાયર રીસર્ચનો વિષય બની ગયો છે : સરકાર તરફથી છૂટ : રાજનાથસિંહનું BSFના જવાનોને સંબોધન

શ્રીનગર તા. ૨૨ : જમ્મુ-કાશ્મીરમાં બોર્ડર પારથી પાકિસ્તાની સેનાની નાપાક ફાયરિંગ પર ગૃહ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને મજબૂત ચેતવણી આપી છે. ગૃહ મંત્રીએ બીએસએફના જવાનોને ફાયરિંગનો ઉચિત જવાબ આપવા જણાવ્યું છે.

તમને જાણવું દઈએ કે પાછળના કેટલાક દિવસોથી બોર્ડર પાર પાકિસ્તાની સેના વારંવાર સીઝફાયરનો ઉલ્લંઘન કરી રહી છે. મંગળવારે ફાયરિંગમાં એક ૮ વર્ષના બાળકનું મોત નીપજયું છે અને સોમવારે ઘાયલ એક મહિલાએ પણ આજે મૃત્યુ પામી છે. પાકિસ્તાનની આ નાપાક હરકત પછી ભારતે આ મજબૂત પ્રતિક્રિયા આપી છે.

બીએસએફના એક કાર્યક્રમમાં રાજનાથે કહ્યું કે, પાડોશી દેશ શાંતિ નથી ઇચ્છતું. અમે પહેલા ફાયરિંગ નહીં કરીએ પરંતુ ફાયરિંગ થવાથી જરૂરી જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે 'ફાયરિંગ થવાથી અમારા સૈનિકને ખબર છે કે શું કરવું છે. જવાબી કાર્યવાહી પર સૈનિકોથી કશું પૂછવામાં નહીં આવે.'

તેમણે કહ્યું, 'પાકિસ્તાન પોતાના હથકંડો વાપરવાનું બંધ નથી કરી રહ્યું. પહેલા ફાયરિંગ પડોસી પર નહીં ચલાવવાની પરંતુ સામેથી ફાયરિંગ થાય છે તો તમારે શું કરવાનું છે તેનો નિર્ણય તમારે (BSF)એ કરવાનો રહેશે.'

ગૃહ મંત્રીએ કહ્યું કે જે કોઈ પણ ભારત સામે નાપાક નજરેથી જોવે છે તેને સણસણતો જવાબ મળશે. જે પણ ભારત તરફ આંખ ઉઠાવીને જોવે છે તેમના વિરુદ્ઘ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. બોર્ડર પર જયારે ફાયરિંગ થાય છે તો જવાનોને ખબર છે કે તેમને શું કરવાનું હોય છે.

ઉલ્લેખનીય છે કે BSFએ પાકિસ્તાની બંકરોનો નાસ કરવાનો વિડીયો રજુ કર્યો છે. BSFની જવાબી કાર્યવાહીથી ગભરાયેલી પાકિસ્તાની સેનાએ તરત ફાયરિંગ રોકવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ પાછલા ઘણા દિવસોથી બોર્ડર પર પાકિસ્તાન વારંવાર સીઝફાયરનો ઉલ્લંઘન કરી રહ્યો છે.

(4:07 pm IST)