Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ઇસ્લામ ધર્મનાં બાળકને દત્તક લેવા બાબતે મુસ્લિમ પર્સનલ લો બોર્ડને વિધિ-આયોગએ કરેલ સવાલ

નવી દિલ્હી તા. રર :. એક દેશ, એક કાનૂની એટલે કે સમાન નાગરિક સંહિતા ઉપર વિધિ આયોગએ મનનમંથન શરૂ કરી દીધેલ છે. દરમિયાન આયોગએ ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડને ઇસ્લામ ધર્મમમાં બાળકને દતક નહીં લેવા, સંપતિમાં ભાગની  મનાઇ અને માતાને બાળકનો સરંક્ષક નહીં માનવાનો આધાર શું છે. તેના બદલાવ આવી શકે છે, જો બદલાવ હોય તો શું બદલાવ હોવો જોઇએ તે અંગે સવાલો કર્યા છે.

દરમિયાન ઇસ્લામમાં બાળકને દત્તક લેવાની મનાઇ છે. તેના સપંતિ ઉપર ઉતરાધિકાર પણ હિન્દુ-લોની જેમ નથી મળતો. મુસ્લિમ-લો માં સપંતિનો ઉતરાધિકાર  પિતાના નિધન બાદ બાળકોને મળે છે જો  કોઇ બાળકની મૃત્યુ પિતાની હાજરીમાં થઇ જાય તો તેની વિધવા અને બાળકનો ઉતરાધિકાર ખતમ થઇ જાય છે.

જો પિતા ખૂદ વસિયત અથવા દાન દ્વારા પુત્રની વિધવા અને તેના બાળકોને સપંતિમાં ભાગ નથી દેતા તો ઇસ્લામના કાનૂન પ્રમાણે તેને સ્વંય સપંત્તિ ઉપર ઉતરાધિકાર નહીં મળે.

આયોગએ આ મુદા ઉપર બોર્ડથી સવાલ કર્યા છે. ઇસ્લામમાં માતાને બાળકનો સંરક્ષક માનવામાં નથી આવ્યો. બાળક માત્ર બે વર્ષની વય સુધી જ તેની માતા સાથે રહી શકે છે તે પછી પિતાને તેનો રખેવાળ માનવામાં આવે છે એટલે જ ઇસ્લામમાં બાળકને દત્તક લેવા ઉપર મનાઇ છે.

(3:57 pm IST)