Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ISISના પૂર્વ પ્રમુખ દુરાનીએ કહ્યું અમને ખુશી હોત જો વાજપેયી જેવા કોઈ પાકિસ્તાનના વડાપ્રધાન બનત

મોદીએ શરૂઆતમાં વધારે કામ કર્યું પણ બંને દેશોના સંબંધોને પાટા પર ચડાવવા મોદી પાસે ઘણો ઓછો સમય

પાકિસ્તાની આઈએસઆઈના પૂર્વ પ્રમુખ અસદ દુર્રાની ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના વખાણ કર્યા હતા તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં પણ અટલ બિહારી વાજપેયી જેવા કોઇ વડાપ્રધાન હોવા જોઇએ.

ગુપ્તચર એજન્સીઓ અને તેમના કારનામો પર આધારિત પુસ્તક 'Spy Chronicles RAW, ISI and the Illusion of Peace'માં દુર્રાની અને ભારતીય ગુપ્તચર એજન્સી રોના પુર્વ પ્રમુખ એએસ દુલત વચ્ચેની વાચચીત છપાઇ છે. પુસ્તક માટે થયેલી આ વાતચીતને પત્રકાર આદિત્ય સિન્હાએ મોડરેટ કરી છે.

   આ વાતચીત દરમિયાન આઈએસઆઈએસના પૂર્વ પ્રમુખ દુર્રાનીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીની ઘણી પ્રસંશા કરી છે. તેમણે કહ્યું છે કે, અમને ખુશી હોત જો વાજપેયી જેવા કોઇ વ્યક્તિ પાકિસ્તાનના વડાપ્રધાન બનતા. કવિ, દાર્શનિક તેઓ અમારી માટે સારા વડાપ્રધાન સાબિત થતાં.

   વિદેશ નીતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ પીએમ મનમોહન સિંહની તુલના કરતા તેમણે કહ્યું કે પીએમ મોદીએ શરૂવાતના બે વર્ષમાં ભારત-પાકિસ્તાન સંબંધોમાં મનમોહનસિંહની સરખામણીમાં વધારે કામ કર્યું છે.

   દુર્રાની અને દુલત બંન્ને આ વાત સાથે સહમત છે કે ભારત-પાક સંબંધને ફરીથી પાટા પર લાવવા માટે મોદી પાસે ઘણો ઓછો સમય છે

(1:00 pm IST)