Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ગરમી ૪૭ ડીગ્રીએ પહોંચશે

દિલ્હી અને ઉત્તર ભારત આજથી લૂ-આંધી- તોફાનની લપેટમાં

નવી દિલ્હી, તા.૨૨: દિલ્હી- એનસીઆર સહીત ઉતરભારતના કેટલાય રાજયોમાં આજથી લૂ વરસશે. હવામાન ખાતાએ આવતા ત્રણ દિવસ આખા દેશમાં લૂ ની ચેતાવણી જાહેર કરી છે. જે મુજબ કેટલીક જગ્યાએ ગરમીનો પારો ૪૭ ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, આસામ અને મેઘાલયમાં આંધી- તોફાનની પણ ચેતવણી જાહેર કરી છે.

હવામાન ખાતા મુજબ ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ ગરમીનો પારો ૪૭ ડિગ્રી સુધી પહોંચી શકે છે. દિલ્હીમાં સોમવારે ૪૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયેલ, જે આ સીઝનનો સૌથી ગરમ દીવસ રહ્યો હતો. આવતા અઠવાડિયા સુધી મહારાષ્ટ્રથી લઈને દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા સહીતના રાજયોમાં પારો ૪૩ થી ૪૪ ડિગ્રી રહેવાની સંભાવના વ્યકત કરી છે. ૨૫ મી પછી આ ગરમી હાહાકાર મચાવી ૪૮ ડિગ્રી સુધી પહોંચી શકે છે. ૨૪ અને ૨૫ મીએ મધ્યપ્રદેશ અને વિદર્ભના કેટલાક વિસ્તારોમાં ગરમ પવન ફુંકાવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.(૩૦.૨)

 

(11:21 am IST)