Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

માઇનિંગ વિસ્તાર ચીનના સાર્વભૌમત્વના દાયરામાં : અહીં ભૂ -વૈજ્ઞાનિક ગતિવિધિ કરવી અમારો અધિકાર

અરુણાચલ પ્રદેશ સરહદ નજીક ખોદકામની કાર્યવાહી મામલે ચીન આડું ફાટ્યું

નવી દિલ્હી ;ચીન દ્વારા અરુણાચલ પ્રદેશની સરહદ નજીક મોટાપાયે માઇનિંગ કાર્યવાહી મામલે ચીને કહ્યું કે આ વિસ્તાર ચીનના સાર્વભૌમત્વના દાયરામાં આવે છે અને અમે અહીં ભૂ -વૈજ્ઞાનિક ગતિવિધિ કરવી અમારો અધિકાર છે તેમ કહીને ચીને અરુણાચલ પ્રદેશની સરહદ પર ખનીજોથી ભરપુર તિબેટ ક્ષેત્રમાં મોટા પાયે કરવામાં આવી રહેલા ખોદકામનો બચાવ કર્યો છે.

   એક અહેવાલ મુજબ ચીન લુનજે કાંઉટીમાં મોટા પાયે સોના, ચાંદી અને બીજા કિંમતી ખનીજોનું ખોદકામ કરી રહ્યુ છે. જેની કિંમત લગભગ 60 અરબ ડોલર છે.

  ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે આ અહેવાલ અંગે કહ્યુ છે કે, 'મે પણ એ રિપોર્ટ વિશે સાંભળ્યુ છે. જેમા તે ક્ષેત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ચીનનો છે.'

  ચીન નિયમિત રીતે ત્યાં ભુ-વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક અનુસંધાન કરતુ રહે છે. આ પુરી રીતે ચીની સાર્વભૌમત્વના દાયરામા આવે છે. ચીને હંમેશા પર્યાવરણ પરિસ્થિતિના સંરક્ષણને મહત્વ આપ્યુ છે. આવા અહેવાલો પાયાવિહોણા છે.

   ભારત અને ચીન 3,488 કિલોમીટર લાંબી સરહદ દર્શાવે છે, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચીન આ વિસ્તારમાં ઝડપથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યુ છે. તેનો ઉદ્દેશ્ય એક તરફ દક્ષિણ ચીન સાગર જેવી સ્થિતિ પેદા કરવાનું છે. લૂ એ કહ્યુ, ભારત-ચીન સરહદને લઈ બેઈજિંગનુ વલણ એક સમાન અને સ્પષ્ટ છે.

(9:24 am IST)