Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે ભાજપચૂંટણી મોડમાં : પશ્ચિમ બંગાળની જનતાને મફત વેક્સિનની જાહેરાત

ફ્રિ વેક્સિન આપવાની વાત પર ટીએમસીએ બિહારની યાદ અપાવી

નવી દિલ્હી :દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે બંગાળમાં બે તબક્કાની ચૂંટણી બચી છે. 26 ફેબ્રુઆરીએ થનારા સાતમા તબક્કાના મતદાનથી પહેલા વડાપ્રધાને કોલકાતા, માલદા, વીરભૂમ અને મુર્શિદાબાદના લોકો સાથે વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરી. બીજી તરફ બીજેપીએ બંગાળની જનતાને ફ્રિમાં વેક્સિન આપવાની વાત કહી. બીજેપી તરફથી ફ્રિ વેક્સિન આપવાની વાત પર ટીએમસીએ હુમલો કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ તરફથી બિહારની યાદ અપાવવામાં આવી હતી.

બીજેપીની જાહેરાતથી એક દિવસ પહેલા જ ટીએમસી તરફથી ફ્રિ વેક્સિનની વાત કહેવામાં આવી હતી. બીજેપી પર હુમલો કરતાં ટીએમસી તરફથી કહેવામાં આવ્યું છે કે, ભારતીય જુમલેબાજ પાર્ટી તરફથી વેક્સિન જૂમલાની જાહેરાત થઈ છે. બિલકૂલ આવો જ વાયદો ચૂંટણીથી પહેલા બિહારના લોકો સાથે પણ કરવામાં આવ્યો હતો. જેને તેઓ ભૂલી ગયા છે. બંગાળને મૂરખ બનાવી શકાશે નહીં. બીજેપી પર વિશ્વાસ ના કરો. ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયને મતદાતાઓને બીજેપી પર વિશ્વાસ ના કરવાની અપીલ કરી છે.

ઉલ્લેખનિય છે કે, દેશમાં કોરોના વાયરસના કારણે બે લાખથી વધારે ભારતીયોના મોત થઈ ચૂક્યા છે. તે છતાં પણ સત્તાધારી બીજેપી ચૂંટણીના મોડમાં છે. દેશના ગૃહમંત્રી અને નરેન્દ્ર મોદી હજું પણ બંગાળ ચૂંટણીમાંથી બહાર આવી રહ્યાં નથી. તેઓ છેવટે વર્ચ્યૂઅલ રીતે પણ લોકોને સંબોધન કરવાનું ચૂકતા નથી. તો બીજી તરફ દેશમાં લોકો ઓક્સિજન અને અન્ય અછતો અને અસુવિધાઓના કારણે મરી રહ્યાં છે.

(12:09 am IST)