Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કોવિડથી બધા જ લોકો ઠિક થઈ જાય: પાકિસ્તાનમાં ભારત માટે દુવાઓ : ઓક્સીઝન પહોંચાડવા ઇમરાનખાનને અપીલ

પાકિસ્તાનમાં #WeCantBreathe, #IndiaNeedsOxygen અને #IndianLivesMatter જેવા હેશટેક ટ્વિટર પર ટ્રેન્ડ: #IndiaNeedsOxygen હૈશટેગ સાથે અત્યાર સુધીમાં 28000થી વધારે ટ્વિટ: #WeCantBreathe હૈશટેગથી ટ્વિટની સંખ્યા 54,000થી વધારે

ભારતમાં કોરોના વાયરસની મહામારી પ્રતિદિવસ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહી છે દુનિયાની મીડિયા અને સોશિયલ મીડિયા પર ભારતની કોરોના વાયરસની સ્થિતિની ખાસી ચર્ચા છે, જેમાં ઓક્સિજન અને બેડની અછત ખાસ રીતે થઈ રહી છે.ત્યારે પાકિસ્તાનમાં ભારતમાં કોરોના વાયરસની સ્થિતિને લઈને ખુબ જ ચર્ચાઓ થઈ રહી છે.

શુક્રવારે પાકિસ્તાનમાં #WeCantBreathe, #IndiaNeedsOxygen અને #IndianLivesMatter જેવા હેશટેક ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યાં હતા.

#IndiaNeedsOxygen હૈશટેગ સાથે અત્યાર સુધીમાં 28000થી વધારે ટ્વિટ કરવામાં આવી ચૂક્યા છે, જ્યારે #WeCantBreathe હૈશટેગથી કરવામાં આવેલા ટ્વિટની સંખ્યા 54,000થી વધારે છે.બંને દેશો વચ્ચે રાજકીય સંબંધોમાં કડવાશ ગમે તેટલી ભલે હોય પરંતુ ત્યાંના લોકો ભારતની મદદની માંગ કરી રહ્યાં છે.

પત્રકાર વજાહત કાઝમી #Indianeedsoxygen હૈશટેગથી ટ્વિટ કરતાં લખ્યું કે, ભારતની સ્થિતિ દિલ ધ્રૂજાવી દેનાર છે, કોવિડથી બધા જ લોકો ઠિક થઈ જાય, ભારત માટે દુવાઓ.

ઉસ્માન ખિલજી નામના પખ્તુન સામાજિક કાર્યકર્તાએ ટ્વવિટ કરીને પાકિસ્તાન વડાપ્રધાન ઈમરાન ખાનને ભારતની મદદ માટે અપીલ કરી

તેમને ટ્વિટ કર્યું કે, “હું હજારો પાકિસ્તાની નાગરિકો સાથે સરકારોને અપીલ કરૂ છું કે, તેઓ ભારતની હોસ્પિટલમાં ઓછા પડી રહેલા ઓક્સિજનના બાબતોમાં મદદ કરે. પાકિસ્તાનના ટોપ ટ્રેન્ડમાં #IndiaNeedsOxygen અને #IndianLivesMatterને જોવું ખુશીની મદદ છે. તે દર્શાવે છે કે લોકોના દિલ યોગ્ય જગ્યા પર છે.”

ડી કમલ નામના ટ્વિટર હેન્ડલે ટ્વિટ કર્યું, “મને આશા છે કે પાકિસ્તાન પોતાના મતભેદને અલગ રાખીને જિંદગીઓને બચાવવા માટે જે સપ્લાઈની જરૂરત છે તેના માટે ભારતની આગળ વધીને મદદ કરશે. તસવીરો અને રિપોર્ટ દિલ તોડનાર છે. માનવતા પહેલા છે.”

સલમાન હૈદર ટ્વિટ કરે છે કે, ભારત પડોશી છે દુશ્મન નથી.બંને દેશોને સલાહ પણ

અમ્માર હાશમી ટ્વિટર હેન્ડલ #WeCantBreathe હૈશટેગનો ઉપયોગ કરતાં ટ્વિટ કરતાં લખે છે કે, જો બંને દેશોએ સેના પર ખર્ચ કરવાની જગ્યા સ્વાસ્થ્ય માળખા પર કર્યા હોત તો પરિસ્થિતઓ અલગ જ હોત.

ઉસ્માન મહેબૂબ ટ્વિટ કરે છે કે, રાજકીય અથવા ઐતિહાસિક મતભેદોને અલગ રાખતા આપણે ભારતની મદદ કરવી જોઈએ અથવા આપણે કહીશું કે માનવતા આજે મરી ચૂકી છે.

જ્યારે અનેક લોકો પાકિસ્તાનને ભારતની સ્થિતિને શિખામણ લઈને પોતાના ત્યાં વ્યવસ્થા કરવાની સલાહ આપી રહ્યાં છે.

તૂબા જમાલી ટ્વિટ કરે છે કે, ભારતની સ્વાસ્થ્ય પ્રણાલી આપણાથી સારી છે, તે પણ તૂટી પડી છે. કોવિડ-19નો આ સ્ટ્રેન ખુબ જ ઘાતક છે પાકિસ્તાને તરત જ લોકડાઉન લગાવવું જોઈએ. આપણે કોઈપણ પ્રકારની ઓક્સિજનની અછત અથવા હોસ્પિટલોમાં વધતા દર્દીઓને સહન કરી શકીશું નહીં.

પાકિસ્તાનમાં કોરોનાની ત્રીજી લહેર ખુબ જ ઝડપી રીતે ફેલાઈ રહી છે અને સતત કેસ વધી રહ્યાં છે અને હોસ્પિટલો પર ધીમે-ધીમે ભાર વધી રહ્યો છે.

પાકિસ્તાનમાં પાછલા 24 કલાકમાં સંક્રમણના 5,870 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આના કારણે 144 લોકોના મોત થયા છે. સૌથી વધારે 57 મોત પંજાબ પ્રાંતમાં થયા છે.

દેશના બધા જ મોટા શહેરોની હોસ્પિટલોમાં વેન્ટિલેટર્સ અને ઓક્સિજનના બેડ પર દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે.

(9:54 pm IST)