Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

સેન્સેક્સમાં ૨૦૨ પોઈન્ટનું ગાબડું, નિફ્ટી પણ તૂટ્યો

અર્થતંત્ર પર કોવિડ-૧૯ની ગંભીર વિપરિત અસર : અસ્થિર કારોબાર વચ્ચે નિફ્ટીમાં ૬૫ પોઈન્ટનો ઘટાડો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ ૨%નું ગાબડું

મુંબઈ, તા. ૨૩ : બીએસઈ સેન્સેક્સ શુક્રવારે ૨૦૨ પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. અર્થતંત્ર પર કોવિડ -૧૯ રોગચાળાની અસર અંગે ચિંતા વચ્ચે આઈસીઆઈસીઆઈ બેક્ન, ઈન્ફોસીસ અને એચયુએલ સાથે શેર બજાર ઘટ્યું હતું. ઉતાર-ચઢાવ વચ્ચે ભરેલા કરાબોરમાં ૩૦ શેરો પર આધારિત બીએસઈ સેન્સેક્સ ૨૦૨.૨૨ પોઈન્ટ એટલે કે ૦.૪૨ ટકાની ગિરાવટ સાથે ૪૭,૮૭૮.૪૫ પોઈન્ટ પર બંધ થયો છે. આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી. ૬૪.૮૦ પોઇન્ટ એટલે કે ૦.૪૫ ટકા તૂટીને ૧૪૩૪૧.૩૫ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે.

સેન્સેક્સ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને સૌથી વધુ નુકસાન થયું હતું. તે ૨ ટકાથી નીચે આવી ગયો છે. આ ઉપરાંત ડો. રેડ્ડીઝ, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, એચયુએલ, આઈસીઆઈસીઆઈ બેંક અને ઇન્ફોસીસમાં પણ ઘટાડો થયો છે. બીજી તરફ, પાવર ગ્રીડ, એનટીપીસી, ઈન્ડસઇન્ડ બેક્ન, એક્સિસ બેક્ન, એચડીએફસી અને એશિયન પેઇન્ટના શેરમાં તેજી જોવા મળી. સેન્સેક્સમાં ઘટાડા છતાં આ મહિનામાં આ શેરમાં ૧૦૨ ટકાનો વધારો થયો છે

રિલાયન્સ સિક્યોરિટીઝના સ્ટ્રેટેજી હેડ વિનોદ મોદીએ જણાવ્યું હતું કે, બજારનો આ એક અસ્થિર દિવસ હતો અને જાહેર ક્ષેત્રની બેંકો સિવાય વિવિધ ક્ષેત્રોમાં વેચવાલીના દબાણને કારણે બજાર વેપારના અંતિમ તબક્કામાં તૂટ્યું હતું. કોવિડ -૧૯ ચેપના કેસમાં સતત વધારો રોકાણકારોની ભાવનાને અસર કરી રહ્યો છે.

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં એક દિવસમાં ૩,૩૨,૭૩૦ નવા કેસ નોંધાયા બાદ ચેપનો કુલ આંક વધીને ૧,૬૨,૬૩,૬૯૫ થયો છે. માહિતી અનુસાર, ૨.૪ મિલિયનથી વધુ લોકો ચેપનો ભોગ બન્યા છે. અન્ય એશિયાઈ બજારોમાં શાંઘાઇ, હોંગકોંગ અને સિઓલમાં નફો જોવા મળ્યો હતો, જ્યારે ટોક્યોનું બજાર નુકસાન રહ્યું હતું. યુરોપના મુખ્ય બજારોમાં મિડ-ડે બિઝનેસમાં ખોટ જોવા મળી હતી. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૦.૦૬ ટકા ઘટીને ૬૫.૩૬ ડોલર પ્રતિ બેરલ રહ્યો છે.

(9:53 pm IST)