Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

રાજસ્થાનનું સુખપુરા કોરોનામુક્ત : 13 મહિનાથી એકપણ કેસ નહીં : સમગ્ર દેશમાં એકમાત્ર ગામ

ગામના તમામ મુખ્ય રસ્તા બંધ : બહારથી આવનારા પર બાજનજર :3000ની વસ્તી ધરાવતા ગામમાં કડક નિયમોનું કર્યું પાલન : ક્વોરેન્ટાઇન સેન્ટર પણ બનાવ્યું

સીકરઃ સમગ્ર ભારતના ખૂણે ખૂણે કોરોનાએ અત્યારે હાહાકાર મચાવ્યો છે. ત્યારે દેશમાં એક ગામ એવું પણ છે, જ્યાં છેલ્લા 13 મહિનાથી એક પણ કોરોના કેસ નોંધાયો નથીં.રાજસ્થાનના સીકર જિલ્લાનું સુખપુરા ગામ છે, જે હાલ તો તેના નામ પ્રમાણે સુખી છે.

કોરોનાથી બચવા માટે સુખપુરાના ગ્રામવાસીઓનું અતુટ ધૈર્ય અને તેમણે રાખેલી સાવધાની છે. જેના પરિણામે આજે તેઓ આ મહામારીથી બચી રહ્યા છે. અહેવાલ મુજબ આ ગામમાં આશરે 3 હજાર લોકોની વસતી છે.

 દેશમાં કોરોનાની શરુઆત થતાં જ અહીંના લોકો એકદમ સતર્ક થઇ ગયા હતા. તેમણે સૌથી પહેલાં સ્થાનિક તંત્ર સાથે મળી ગામના તમામ મુખ્ય બંધ કરી દીધા. સાથે બહાથી આવનારા લોકો પર બાજ નજર રાખી. સ્થાનિકો અને બહાર ના લોકો માટે કડક નિયમો બનાવ્યા

સુખપુરાના લોકોએ બહારથી આવનારા લોકોને જાકારો ન આપ્યો પણ તેમના માટે તંત્રની મદદથી ક્વોરન્ટાઇન સેન્ટર બનાવ્યું. જ્યાં તેમના માટે ખાવા-પીવા સહિતની તમામ સુવિધા રાખી. તેમને પણ નિયમોનું કડક પાલન કરાવ્યું. તેમનો ક્વોરન્ટાઇન સમય પુરો થયા બાદ જ તેમને ગામમાં એન્ટ્રી અપાતી.

ગામના વિકાસ અધિકારી વીરેન્દ્ર સિંહે જણાવ્યું કે સુખપુરા ગામના લોકોએ કોરોના સાથે સંકળાયેલા તમામ નાના-મોટા નિયમોનું પાલન કર્યું. તેમાં માસ્ક લગાવવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. જેમાં નાના મોટા કોઇ બાકાત રહ્યા નહીં. એ જ કારણ છે કે ગામ 13 મહિનાથી સુરક્ષિત છે.

રાજસ્થાનમાં રોજના હજારો કે આવતા અશોક ગેહલોતની સરકારે મુદ્તી લોકડાઉન લગાવ્યું છે.

(6:33 pm IST)