Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ગુજરાતી - હિન્દી ફિલ્મોના જાણીતા એકટર અમિત મિસ્ત્રીનું હાર્ટ અટેકથી નિધન

છેલ્લે 'બંદિશ બેન્ડિટ' નામની વેબ સીરીઝમાં જોવા મળેલા એકટર અમિત મિસ્ત્રીનું અવસાનઃ ગુજરાતી થિયેટર અને ફિલ્મોમાં પણ અભિનય કરી ચૂકયા હતાઃ ઈન્ડસ્ટ્રીમાં શોક : સીરિયલો અને ફિલ્મોના જાણીતા અભિનેતા અમિત મિસ્ત્રીનું અવસાન થયું છે. : અમિત મિસ્ત્રીના એકાએક નિધનથી મનોરંજન જગતમાં શોક પ્રસર્યો છે. : અમિત મિસ્ત્રીના મેનેજરે હાર્ટ અટેકથી નિધન થયું હોવાની જાણકારી આપી છે

મુંબઇ, તા.૨૩: મનોરંજન ઈન્ડસ્ટ્રી હજી સંગીતકાર શ્રવણ રાઠોડના નિધનના આઘાતમાંથી બહાર નથી આવી ત્યાં જ વધુ એક ઝટકો લાગ્યો છે. ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકેલા એકટર અમિત મિસ્ત્રીનું અવસાન થયું છે. અમિત મિસ્ત્રીએ હિન્દી ઉપરાંત ગુજરાતી થિયેટર અને ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. શુક્રવારે સવારે હાર્ટ અટેકના કારણે અમિત મિસ્ત્રીનું અવસાન થયું છે. છેલ્લા થોડા વખતથી અમિત મિસ્ત્રીનું કામ સંભાળતા મેનેજર મહર્ષિ દેસાઈએ આ વાતની પુષ્ટિ કરી છે.

મહર્ષિએ કહ્યું, હું પોતે ઊંડા આદ્યાતમાં છું. અમિતની તબિયત સારી હતી અને તેઓ દ્યરે જ હતા. તેમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ બીમારી પણ નહોતી. બ્રેકફાસ્ટ કર્યા પછી તેમને છાતીમાં દુખાવો થયો અને હાર્ટ અટેક આવ્યો. પરિવાર તેમને હોસ્પિટલ પણ ના લઈ જઈ શકયો. અમિત જેવા એકટરને ગુમાવવા મનોરંજન ઈન્ડસ્ટ્રી માટે મોટું નુકસાન છે. હું તેમની સાથે કામ કરવાનું મિસ કરીશ.

અમિતના મિત્રો અને શુભેચ્છકો તેના અચાનક નિધનથી દ્યેરા શોકમાં છે. તેઓ સોશિયલ મીડિયા પર શ્રદ્ઘાંજલી પાઠવી રહ્યા છે. અમિત સાથે થોડા સમય પહેલા જ વાત કરનારા એક મિત્રએ કહ્યું, મેં છેલ્લે તેની સાથે વાત કરી ત્યારે તેનો અવાજ એકદમ સ્વસ્થ લાગતો હતો. દફા ૪૨૦ અને સાવધાન ઈન્ડિયા' જેવા શોમાં અમિત સાથે કામ કરી ચૂકેલા પ્રોડ્યુસર અને મિત્ર માહિર ખાને કહ્યું, ઙ્કમેં તેની સાથે ૧૦ દિવસ પહેલા જ વાત કરી હતી. તે ખુશ અને સ્વસ્થ લાગતો હતો. તેણે મને પૂછ્યું હતું કે હું તેની સાથે કામ કરવાનું કંઈ પ્લાનિંગ કરી રહ્યો છું કે કેમ? આપણે સાથે કામ કયારે કરીશું તેમ પણ પૂછ્યું હતું. તે મને મળવા પણ માગતો હતો. તેના મૃત્યુના સમાચાર આદ્યાતજનક છે. તે ટેલેન્ટ અને એનર્જીનું પાવરહાઉસ હતો. અમે ગમે તેટલા લાંબો કલાકો સુધી કામ કરીએ તેણે કયારેય ફરિયાદ નહોતી કરી. તે સારો અભિનેતા હોવાની સાથે ઉત્ત્।મ વ્યકિત પણ હતો અને બીજાની મદદ માટે હંમેશા તૈયાર રહેતો હતો. હું તેને હૃદયપૂર્વક યાદ કરીશ.

માહિરે ગત વર્ષે ઓકટોબર મહિનામાં અમિત મિસ્ત્રી સાથે શૂટિંગ કર્યું હતું. અમે દિલ્હીમાં સાવધાન ઈન્ડિયાના કેટલાક એપિસોડ શૂટ કર્યા હતા. તેને દિલ્હી ખૂબ પસંદ હતું. અમે જયારે પણ શૂટિંગ માટે દિલ્હી જતા હતા ત્યારે તે શોટ્સ વચ્ચે બ્રેક હોય ત્યારે પૂછતો હતો કે આસપાસ ફરવા જઈ શકીએ છીએ. એકવાર શૂટિંગ વખતે તેણે મને કહ્યું હતું કે, યાર દિલ્હી ફર્યે બહુ સમય થઈ ગયો, શું આપણે ડ્રાઈવ પર જઈએ? અમે સરિતા વિહારમાં શૂટિંગ કરી રહ્યા હતા અને લોંગ ડ્રાઈવ પર ગયા હતા અને રસ્તામાં મોમોઝ ખાધા હતા. મને જયારથી તેના અવસાનના સમાચાર મળ્યા છે ત્યારથી હું સતત અમારી એ ડ્રાઈવ વિશે વિચારી રહ્યો છું. અમે સાથે વિતાવેલા સમયની ખૂબ સુંદર યાદો છે. કાશ હું તેને છેલ્લી એકવાર મળી શકયો હોતઙ્ખ, તેમ માહિરે ઉમેર્યું.

શોર ઈન ધ સિટી' નામની ફિલ્મમાં અમિતે તુષાર કપૂર સાથે કામ કર્યું હતું. અમિતના નિધનના સમાચાર જાણીને તુષારને પણ ઊંડો આદ્યાત લાગ્યો છે. તેણે કહ્યું, અમિત મિસ્ત્રીના નિધન વિશે સાંભળીને ખૂબ આદ્યાત લાગ્યો છે. અમે શોર ઈન ધ સિટી'માં સાથે કામ કર્યું હતું. તેના આત્માને શાંતિ મળે.

અમિત મિસ્ત્રી છેલ્લે ગયા વર્ષે આવેલી વેબ સીરિઝ બંદિશ બેન્ડિટ'માં જોવા મળ્યો હતો. આ સિવાય અમિતે તેનાલી રામા', મેડમ સર' જેવી સીરિયલોમાં તેમજ કયા કહેના', એક ચાલીસ કી લાસ્ટ લોકલ', ૯૯, યમલા પગલા દિવાના', એ જેન્ટલમેન' જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. ગુજરાતી ફિલ્મ બે યાર', ચોર બની થનગાટ કરે'માં પણ અમિતે અભિનય કર્યો હતો.

(3:55 pm IST)