Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

શહેરોની સાથે ગામડાઓમાં પણ ધુણશે કોરોના : મેના મધ્ય સુધી જોખમ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ : લોકડાઉનને બદલે વેકસીનેશન વધારવા સલાહ : ડિસેમ્બર સુધીમાં ૧૧૩.૨ કરોડ લોકોને ડોઝ મળી ગયો હશે : ૧૫ ટકાને બંને ડોઝ મળી જશે : અત્યાર સુધી લોકડાઉનથી જીડીપીને ૦.૭ ટકાનું નુકસાન

નવી દિલ્હી : સ્ટેટ ઓફ ઇન્ડિયા જાહેર કરેલા એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ડિસેમ્બર ૨૦૨૧ સુધી દેશમાં કોરોના વેકસીનની ૧૧૩.૨ કરોડ ડોઝ લોકોને આપવાનમાં આવી ચુકી હશે. જ્યારે દેશના ૧૫ ટકા લોકોને કોરોના વેકસીનની બંને ડોઝ આપવામાં આવી ચુકયા હશે. બીજી બાજુ અંદાજે ૮૪ ટકા લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવો શકય બનશે. અંદાજ છે કે મે મહીનાના ત્રીજા સપ્તાહમાં કોરોનાની બીજી લહેર ઉચ્ચ સપાટીએ હશે.

રીપોર્ટમાં અનુમાન લગાવાના આવ્યું છે કે દેશભરને કોરોનાની વેકસીન લગાવામાં આવેલો ખર્ચ સમગ્ર દેશની જીડીપીનો અંદાજે ૦.૧ ટકાની નજીક હોય શકે છે. જ્યારે જો કોરોનાના કારણે દેશમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવે છે. તો આ નુકસાન સૌથી વધુ થશે. દેશના અનેક ભાગોમાં લાગેલા આંશિક અથવા સંપૂર્ણ લોકડાઉનના કારણે જ અત્યાર સુધી જીડીપીના ૦.૭ ટકા નુકસાન થવાનો અંદાજ છે. જો કે ત્યારબાદ પણ અર્થવ્યવસ્થામાં જીડીપીના ૧૦.૪ ટકા જ વધારો થવાનો અંદાજ છે. આ પ્રકારનો અંદાજ વિશ્વના અન્ય મુખ્ય આર્થિક એજન્સીઓએ લગાવ્યો છે. એસબીઆઇના રીપોર્ટ મુજબ સ્પેનિશ ફલુની બીજી લહેરની સરખામણીએ વધુ મોત થયા હતા. અંદાજ છે કે કોરોનાની બીજી લહેર પણ પહેલી લહેરની સરખામણીએ વધુ જીવલેણ સાબિત થશે. જો કે તેની અસરને ઓછી કરવા માટે મોટા પાયે રસીકરણના પ્રોગ્રામને આગળ વધારવાની સલાહ આપવામાં આવી ગઇ છે. અંદાજ છે કે અત્યાર સુધી વિશ્વમાં અંદાજે ૯૦ કરોડ લોકોને કોરોનાની વેકસીન લગાવી દીધી છે પરંતુ આ વેકસીનેશન કાર્યક્રમમાં વિશ્વના ટોપ-૧૫ દેશોમાં ભારે માત્રામાં વેકસીનેશન થયું છે. જ્યારે ગરીબ દેશોમાં આ અભિયાન ખૂબ જ પાછળ છે.

અત્યાર સુધી વિશ્વની ફકત ૨.૬ ટકા વસ્તી જ વેકસીનેશનનો લાભ લઇ શકી છે. ભારતમાં ફકત ૧.૨ ટકા લોકોને જ અત્યાર સુધીમાં વેકસીનનો લાભ આપવામાં આવ્યો છે. અનેક રાજ્યોમાં વેકસીન પ્રત્યે લોકોની સજાગતા જોઇ એટલી દેખાઇ રહી નથી.

અનુમાન છે કે, સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા જુલાઇ ૨૦૨૧ સુધી દર મહિને ૧૧ કરોડ કોરોના વેકસીનનું ઉત્પાદન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરશે. જુલાઇ સુધી ભારત બાયોટેક ૧.૨ કરોડ ડોઝ પ્રતિ મહિને ઉત્પાદન કરી શકશે. મે મહિનાથી રશિયાની સ્પૂતનિક વેકસીનની આયાત પણ શરૂ કરવામાં આવશે.

કોરોનાની બીજી ગંભીર લહેરના કારણે દેશના અનેક ભાગોમાં લોકડાઉન લગાવવું પડયું છે તો કયાંક સંપૂર્ણ લોકડાઉન લગાવામાં આવ્યું છે પરંતુ ત્યારબાદ પણ વધુ પડતા એજન્સીઓનો અંદાજ છે કે ભારત ત્યારબાદ પણ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં બે અંકોનો વધાોર પ્રાપ્ત કરી શકશે.

કોરોના સંક્રમણના કારણે અનેક ક્ષેત્રોમાં અર્થવ્યવસ્થા સુસ્ત પડવાના કારણે સંકેત પણ મળી રહ્યા છે. આ દરમિયાન બેંકોમાં જમા થયેલી રકમમાં વધારો થવાનો પણ અંદાજ લગાવામાં આવ્યો છે.

(3:54 pm IST)