Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં ર૦૦ બેડની નવી કોવીડ હોસ્પીટલ બનાવવા અંગે કાર્યવાહી શરૃઃ ડોમ બાંધી દર્દીઓને રખાશે

એઇમ્સના કમ્પાઉન્ડમાં ૧૦૦ બેડની પણ ડોમ બનાવી હોસ્પીટલમાં બનાવવા કવાયત

ચૌધરી હાઇસ્કુલ મેદાનમાં તાબડતોબ ર૦૦ બેડની હોસ્પીટલ શરૂ કરવા ડોમ નાખવામાં આવ્યો રાજકોટ : હોસ્પીટલોમાં દર્દીઓ માટે બેડની અછતને પહોંચી વળવા તંત્ર દ્વારા ચૌધરી હાઇસ્કુલ મેદાનમાં યુધ્ધનાં ધોરણે ડોમ બાંધી અને ર૦૦ બેડની હોસ્પીટલ ઉભી કરવામાં આવી રહી છે. તસ્વીરમાં ડોમ બાંધવાની કામગીરી નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર૩ :.. રાજય સરકારની સુચના બાદ જીલ્લા કલેકટર તંત્રે ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં મોટો ડોમ બનાવી નવી એક ર૦૦ બેડની ઓકસીજન સુવિધા સાથેની હોસ્પીટલને શરૂ કરવા નિર્ણય કર્યો છે, અને તે સંદર્ભે ચૌધરીના મેદાનમાં ડોમ બાંધવાનું શરૂ થયું છે.

કલેકટરે જણાવ્યું હતું કે સીવીલની પાછળની બાજુએ કમ્પાઉન્ડમાં પ્રથમ પ્રિ-ટ્રાયલ એરીયા બનાવી બેડો રાખી દર્દીઓને ઓકસીજન સહિતની સુવિધા અપાશે અને ત્યાં ફુલ થયે ચૌધરી હાઇસ્કુલમાં કાર્યવાહી થશે, આ માટે સીવીલ સર્જન ડો. રાધેશ્યામ ત્રિવેદી કાર્યવાહી કરી રહ્યા છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે આ ઉપરાંત સીવીલ હોસ્પીટલ પાસે એઇમ્સ હોસ્પીટલના જે કલાસ ચાલે છે, તેમાં કમ્પાઉન્ડમાં પણ ૧૦૦ બેડની ડોમ બનાવી ઓકસીજન સાથેની વ્યવસ્થા અંગે કાર્યવાહી શરૂ કરી છે.

(3:08 pm IST)