Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

રાજકોટમાં કોરોનાનો એટેક યથાવતઃ ૬૬ મોત-૨૮૬ કેસ

શહેર-જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલ મોતનો આંક તંત્રએ જાહેર ન કર્યોઃ શહેરનો કુલ આંક ૨૯,૫૨૬એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૨૪,૦૨૮ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૨.૧૭ ટકા થયો

રાજકોટ તા. ૨૩: શહેર - જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન  છેલ્લા ૨૪ કલાકમાં ૬૬ મૃત્યુ થયાનું સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ. દરરોજ જાહેરથતા શહેર-જીલ્લામાં થયેલ કોરોનાની સારવાર દરમિયાન મોતનાં આંક અને વિગતો આજે તત્ર દ્વારા જાહેર કરવામાં આવી નથી. જયારે શહેરમાં બપોર સુધીમાં ૨૮૬ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૮૬ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૨૯,૫૨૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૨૪,૦૨૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૧૩,૯૦૧  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૬૯૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૦૧ ટકા થયો  હતો. જયારે ૫૨૮ દર્દીઓ સાજા થયા છે.

આજ દિન સુધીમાં ૯,૧૪,૬૮૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૯,૫૨૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૨૦ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૫૦૭૯  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:08 pm IST)