Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કોવિદ -19 વેક્સિનના ઉત્પાદન માટે ભારતમાં કાચો માલ મોકલવા ઉપર મુકાયેલો પ્રતિબંધ દૂર કરો : અમેરિકાની સંસદમાં પ્રાઈમ મિનિસ્ટર જો બિડનને સાંસદોની અપીલ

વોશિંગટન : કોવિદ -19 વૅક્સિનના ઉત્પાદન માટે ભારતમાં કાચો માલ મોકલવા ઉપર  મુકાયેલો પ્રતિબંધ દૂર કરવા અમેરિકાના સાંસદોએ અવાજ ઉઠાવ્યો છે.તથા પ્રેસિડન્ટ જો બિડન સમક્ષ રજુઆત કરી છે.

ઘણા દેશો કોરોના વાયરસ રોગચાળાના સુનામીનો સામનો કરી રહેલા ભારતને મદદ કરવા આગળ આવ્યા છે. અમેરિકાના સાંસદોએ  કોવિડ રસી દ્વારા ભારતને મદદ કરવાની ઓફર કરી છે. ઉપરાંત  રશિયાએ ભારતને રેમેડિસીવર અને ઓક્સિજન સપ્લાયની ઓફર કરી છે. ચીને ભારતને કોરોના સાથેના સોદામાં મદદ કરવાની પણ ઓફર કરી છે. જોકે, કોઈપણ દેશને સહાય માટે ભારત તરફથી કોઈ ઔપચારિક સંમતિ આપવામાં આવી નથી.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:51 pm IST)