Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

રસી મુકાવશો તો કોરોના જીવલેણ સાબિત થશે નહિ

એક અભ્યાસમાં મહત્વનો ખુલાસોઃ ભયંકર સ્થિતીથી બચાવે છે કોરોનાની રસી

મેરઠ, તા.૨૩: વેકસીનની ડોઝ લગાવ્યા બાદ પણ પણ કોરોના થઇ શકે છે. પરંતુ તે જીવલેણ સાબિત થશે નહિ, મેરઠમાં રસી લગાવ્યા બાદ સંક્રમિત થયેલા ૧૫૦ દર્દીઓ પર કરનામા આવેલી સ્વાસ્થ્ય વિભાગની સ્ટડી આ માહિતી આપે છે.

તેમાંથી ફકત પાંચ લોકોને ઓકસીજનની જરૂર પડી અને અંદાજે એક વ્યકિતનું મોત થયું તે પણ તેના મોત થયા જે કોરોના ઉપરાંત અન્ય બીમારીઓથી પીડાય રહયા હતા. તેમાંથી ૧૨૫ ઘર પર જ સ્વસ્થ થયા. ૨૫ દર્દીઓ હોસ્પિટલ સુધી પહોંચ્યા. બીજી બાજુ આ દર્દીઓએ કોઇને ૫ણ સંક્રમિત કર્યા નહી.

આ વખતનું સંક્રમણ ફેફસાને ખુબ જ નુકશાન પહોંચાડી રહયું છે તેના લીધે ફેફસામાં ઓકસીજન જઇ રહયો નથી, એવામાં તેમને ઓકસીજન અથવા વેન્ટીલેટરની જરૂરીયાત પડી રહી છે. આ પ્રકારના દર્દી વધુ હોવાના કારણે હોસ્પિટલોમાં કોઇ પણ સ્થળે બેડ નથી મળી રહયા અને તેની સારવાર થઇ રહી નથી. જો કે વિશેષજ્ઞોનું માનવું છે કે વેકસીન ફેફસાનાં સંક્રમણને વિશેષજ્ઞોનું માનવું છે કે વેકસીન ફેફસાનાં સંક્રમણને વધુ ફેલાવો કરતી નથી. તે સંક્રમણથી બચાવી રહી છે અને કોરોના સામે લડવામાં મદદરૂપ થઇ રહી છે.

સર્વિલન્સ અધિકારી ડો.અશોક તલિયાને જણાવ્યું કે વેકસીનથી જીંદગી બચાવામાં સફળતા મળી રહી છે. આ ઇન્ફેકશન થયા બાદ ખતરો ઓછો કરે છે. વેકસીનની બે ડોઝ લેવાથી કોરોનાનો પ્રભાવ મર્યાદિત રહે છે અને ખતરાની આશંકા ઓછી હોય છે. વેકસીન ફેફસાને સુરક્ષા આપે છે. જેનાથી સંક્રમણ સાથે લડવામાં મદદ મળે છે.

(11:05 am IST)