Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ટ્રાન્સસેક્સ્યુઅલ ‘હિન્દુ મેરેજ એક્ટ’ હેઠળ ‘કન્યા’ છે : આ શબ્દ ફક્ત મહિલાઓ માટે જ નથી:મદ્રાસ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

એક પુરુષ અને ટ્રાન્સવુમનનીલગ્નની રજિસ્ટરનો ઇન્કાર કરતા મામલો કોર્ટમાં પહોંચ્યો

 

મદ્રાસ હાઈકોર્ટની ખંડપીઠે ખૂબ મહત્વપૂર્ણ આદેશમાં જણાવ્યું છે કે ટ્રાન્સસેક્સ્યુઅલહિન્દુ મેરેજ એક્ટહેઠળકન્યાપણ છે અને શબ્દ ફક્ત મહિલાઓ માટે નથી

 ન્યાયમૂર્તિ જી.આર. સ્વામિનાથને આદેશ આપ્યો છે, જેમાં એક પુરુષ અને ટ્રાન્સવુમનની અરજી પર આદેશ આપ્યો છે. જ્યારે ગત વર્ષે ઓક્ટોબરમાં તૂતીકોરીનનાં અરુણ કુમાર અને ટ્રાંસવુમન શ્રીજાનાં લગ્નને અધિકારીઓએ રજિસ્ટર ઇનકાર કર્યો હતો ત્યાર પછી બંનેએ હાઈકોર્ટમાં અરજી કરી હતી .ત્યારે અરજીનો સ્વીકાર કરતા રજિસ્ટર વિભાગના અધિકારીઓએ અરજીકર્તાઓના લગ્ન નોંધાવવા માટેની સૂચના આપી હતી. તે સિવાય કોર્ટ ટ્રાંસજેડરોની દુર્દશા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અને રાજ્ય સરકારને intersex શિશુઓ અને બાળકોમાં સેક્સ ચેન્જના ઓપરેશનને પ્રતિબંધિત કરવા રાજ્ય સરકાર આદેશ આપ્યો છે

 

(11:54 pm IST)