Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ત્રીજા ચરણ : મતદાનની સાથે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, અ લાલકૃષ્ણ અડવાણી, અરૂણ જેટલી દ્વારા મતદાન કરાયુ

નવી દિલ્હી, તા. ૨૩ : ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી લોકસભાની ૧૧૬ બેઠકો પર ત્રીજા તબક્કાની ચૂંટણી  માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. આની સાથે જ હવે ૩૦૨ સીટ પર લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. આજે ત્રીજા તબક્કામાં મતદાન પૂર્ણ થતાંની સાથે જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત ૧૬૧૨ ઉમેદવારના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. આજે તમામ રાજ્યોમાં ઉંચુ મતદાન થયું હતું. મતદાનની સાથે સાથે નીચે મુજબ છે.

*   ત્રીજા તબક્કાની ચૂંટણીમાં એકંદરે ૬૩થી ૬૫ ટકા મતદાન નોંધાયું

*   ત્રીજા તબક્કામાં આસામમાં ૭૮, ગોવામાં ૭૧, ગુજરાતમાં ૬૨, કર્ણાટકમાં ૬૪, કેરળમાં ૭૦ ટકાથી ઉંચુ મતદાન થયું

*   ત્રીજા તબક્કામાં તમામ ૧૧૬ બેઠકો ઉપર શાંતિપૂર્ણરીતે મતદાન થયુ હોવાનો ચૂંટણી પંચ દ્વારા દાવો

*   પ્રથમ તબક્કામાં ૬૯.૪૫ અને બીજા તબક્કામાં ૬૯.૪૩ ટકા મતદાન થયા બાદ ત્રીજા તબક્કામાં પ્રમાણમાં ઓછુ મતદાન

*   ગૌત્તમ ગંભીરે પૂર્વીય દિલ્હીમાંથી ઉમેદવારીપત્ર દાખલ કર્યું

*   વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, અરૂણ જેટલી, વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ, રાજ્યપાલ ઓપી કોહલી સહિતના દિગ્ગજો દ્વારા મતદાન કરવામાં આવ્યુ

*   વડાપ્રધાન મોદીએ રાણીપની નિશાન હાઇસ્કુલમાં મતદાન કર્યુ

*   મોદીના સ્વાગત માટે પહેલાથી જ ભાજપ પ્રમુખ અમિત શાહ અને તેમના પરિવારના સભ્યો મોટી સંખ્યામાં લોકોની સાથે હાજર રહ્યા

*   ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં, ૧૮મી એપ્રિલના દિવસે બીજા તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયા બાદ ત્રીજા તબક્કામાં મતદાન

*   ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટ પર મતદાન પૂર્ણ

*   ગુજરાતમાં ગાંધીનગર સીટ સહિત કુલ ૩૭૧ ઉમેદવારોના ભાવિ મતદાન બાદ સીલ

*   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહના પરિવાર સાથે થોડાક સમય વાતચીત કરતા દેખાયા

*   ત્રીજા  તબક્કામાં પણ શાંતિપૂર્ણ રીતે મતદાનને પાર પાડવા માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયાર કરી લેવામાં આવી હતી

*   ત્રીજા તબક્કામાં ઉત્તરપ્રદેશની ૧૦ સીટ પર શાંતિપૂર્ણરીતે મતદાન પૂર્ણ. મુખ્ય સ્પર્ધા ભાજપ અને ગઠબંધન વચ્ચે છે

*   બિહારમાં પાંચ સીટ પર મતદાન થયું. પાંચ સીટ પર ૮૨ ઉમેદવારો સીલ થયા. કુલ ૮૮.૩૧ લાખ મતદારો પૈકી મોટા ભાગના મતદારો બહાર નિકળ્યા

*   લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી.ત્યારબાદથી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે

*   ત્રીજા તબક્કાની  ચૂંટણી માટે પ્રચારનો રવિવારના દિવસે અંત આવ્યો હતો

*   લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી યોજનાર છે

*   ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે.તમામ મતદારો પણ ઉત્સુક બન્યા

*   તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ.

*   તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. અને ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે

*   આ વખતે સામાન્ય ચૂંટણીમાં ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

*   ૨૦૧૪થી હજુ સુધી ૮.૪ કરોડ મતદારો વધ્યા છે. આમા પણ ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે.૨૦૧૪માં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.

(8:14 pm IST)
  • ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો : દિલ્હીના ઇન્વેસ્ટિગેટિવ વિંગના DG સહિત દિલ્હી - એનસીઆર, ભોપાલ, ઇન્દોર અને ગોવામાં અનેક જગ્યાઓએ એક સાથે રેડ પાડી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે : આધારભૂત બાતમીના આધારે મોટાપાયે કાળા નાણાંનો સંગ્રહ અને હેરાફેરીને રોકવા ITએ આ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળે છે : 6 મોટા વ્યવસાયિક ઘરો, 2 મોટી આંગડિયા પેઢી, 2 મોટા જમીનોના દલાલ સહિત 1 બહુ મોટા જવેલર્સ ઇન્કમરેક્સના રાડારમાં હોવાનું કહેવાય રહ્યું છે અને આ તમામ કોઈ ને કોઈ રીતે રાજકારણ સાથે સંકળાયેલા હોવાનું ચર્ચાય રહ્યું છે. access_time 8:07 pm IST

  • વારાણસીમાં નરેન્દ્રભાઈ સામે પ્રિયંકા ગાંધી જુકાવી રહ્યાની જોરશોરથી ચાલો રહી છે ચર્ચા : કોંગ્રેસ જબ્બરદસ્ત દાવ ખેલવાની તૈયારીમાં : દેશભરમાં ભારે ઉત્તેજના : સત્તાવાર જાહેરાત ગમે તે ઘડીએ શક્ય access_time 9:13 pm IST

  • બોટાદ પંથકમાં બોગસ વોટીંગ અને બુથ કેપચરીંગ : રાજીવ સાતવ : ગાંધીનગર : કોંગ્રેસના ગુજરાતના પ્રભારી શ્રી રાજીવ સાતવે કહ્યું કે બોટાદ વિધાનસભા અને ભાવનગર લોકસભા બેઠકો હેઠળ આવતા ભિમદાડ ખાતે બોગસ વોટીંગ અને બુથ કેપ્ચરીંગના હેવાલો મળ્યા છે : ઓફીસરો ભાજપના સત્તાવાર ઉમેદવારોને મદદ કરી રહ્યાના ચોંકાવનારા હેવાલો પણ મળી રહ્યાનું જાણવા મળે છે : મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ ગુજરાત)ને રાજીવ સાતવે ઝડપી પગલા લેવા વિનંતી કરી છે. access_time 4:10 pm IST