Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ગુજરાતમાં ભાજપને ૨૨ થી ૨૪ બેઠકઃ બૂકીઓનો છેલ્લો મત

ભાજપનો રરપ બેઠકનો ભાવ ૩૫ થી ૪૦ પૈસાઃ ૨૬૦ બેઠકના ર થી ૩ રૂ.: ર૭૫ બેઠકના ૩ થી ૪II રૂ.નો ભાવ : દેશભરમાં ભાજપને ૨૪૧-૨૪૪: કોંગ્રેસને ૭૮ થી ૮૦: અમેઠી રાહુલ ગાંધીના પ૦ થી ૬૦ પૈસાઃ નીતિન ગડકરી ૧૨ થી ૧૫ પૈસા... : બુકીઓએ દેશભરમાં ભાવો લેવાનું બંધ કરી દિધું: હવે ૨૩ મેના રોજ બધુ ફાઇનલ ખુલશેઃ ૧૦ હજાર કરોડનો સટ્ટો..

રાજકોટ તા.ર૩: આજે લોકસભાની ચૂંટણીનાં ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં શરૂ થયું છે. ત્યારે બુકી બજારે ગુજરાતમાંથી ભાજપને રર થી ર૪ બેઠકો મળવાની આગાહી સાથે આજે ભાવ લેવાનું બંધ કરી દીધું છે.

બુકી બજારમાં ગુજરાતમાંથી અમિત શાહનો ઘોડો વિનમાં છે, અને નાગપુરથી નીતિન ગડકરીનો ભાવ ૧૨ થી ૧૫ પૈસાનો રખાયો હતો જયારે અમેઠીથી રાહુલ ગાંધીનો ભાવ ૫૦ થી ૬૦ પૈસાનો બોલાયો હતો.

આમ, ઉપર મુજબનાં ભાવોથી બુકીઓએ ભાવ લેવાનું બંધ કરી દીધું છે હવે ૨૩ મે ના રોજ બધુ ફાઇનલ થશે.

બુકી બજારમાં ચર્ચાતી વિગતો મુજબ દેશભરમાંથી ભાજપને રરપ બેકઠોનો ભાવ ૩૫ થી ૪૦ પૈસા અને ૨૬૦ બેઠકોનો ર થી ૩ રૂપિયા તથા ૨૭૫ બેઠકનાં રૂ. ૩ થી ૪IIનો ભાવ લેવાયો હતો. બુકીઓનાં છેલ્લા મત મુજબ ગુજરાતમાં ભાજપને રર થી ૨૪ સહિત દેશભરમાં ભાજપને ૨૪૧-૨૪૪ બેઠક મળશે અને કોંગ્રેસને ૭૮ થી ૮૦ બેઠક મળવાની આગાહી બુકીઓ કરી રહ્યા છે.

દરમિયાન દેશનાં વિવિધ રાજ્યોમાં ભાજપને કયાં-કેટલી બેઠક મળશે તે અંગે બુકીઓએ કરેલા અંદાજ મુજબ દિલ્હીમાં ૬ થી ૭ બેઠક, પંજાબમાં ૮ થી ૯, હરિયાણામાં ૮ થી ૯, બિહારમાં ૧૨ થી ૧૪, જયારે તેલંગાણામાં ટી.આર.એસ.ને ૧૯ થી ૧૬ બેઠક મળશે, ઓરિસ્સામાં ભાજપને ૧૨ થી ૧૪ બેઠક તથા આંધ્ર પ્રદેશમાં ટી.ડી.પી.ને ૧૧ થી ૧૨ બેઠક અને છત્તીસગઢમાં ભાજપને ૫ થી ૬ બેઠક એ મુજબ બેઠકો મળવાનાં અંદાજો છે જયારે મહારાષ્ટ્રમાં ભાજપને ૩૨ થી ૩૪ , રાજસ્થાનમાં ૧૮ થી ૨૦ અને મધ્યપ્રદેશમાં ૨૦ થી રર તથા ઉત્તર પ્રદેશમાં ૪૨ થી ૪૪ બેઠકો ભાજપને મળશે તેવું બુકીઓનું માનવું છે.

(4:12 pm IST)