Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

મંદિરની બહાર એકબીજા પર આગ ફેંકવાનો અગનખેલ ઉત્સવ

મેન્ગલુરુ તા. ર૩: સદીઓ જૂની પરંપરા અનુસાર કર્ણાટકના મેન્ગલુરૂથી ૩૦ કિલોમીટર દૂર કટિલ ટાઉન પાસે આવેલા દુર્ગા મંદિરમાં અનોખો અગનખેલ ઉત્સવ મનાવાયો હતો. આ ઉત્સવમાં ભાગ લેનારા યુવાનો ધોતી પહેરીને ખુલ્લી છાતીએ અગ્નિની મશાલ લઇને દુર્ગા મંદિરની બહાર ભેગા થયા હતા. દુર્ગા પરમેશ્વરી મંદિરમાં દેવીને રીઝવવા માટે લોકો સદીઓથી આગ સાથે ફાઇટ કરે છે આ પરંપરા અગ્નિખેલ તરીકે ઓળખાય છે. એપ્રિલ મહિનામાં આ ઉત્સવ થાય છે જે સતત આઠ દિવસ ચાલે છે. અઠોર અને કાડાઠોર નામનાં બે ગામના લોકો એમાં ભાગ લે છે. બે ગ્રુપના લોકો એકબીજાથી ૧પ-ર૦ મીટર દૂર ઉભા રહે છે અને આગના ગોળા એકબીજા તરફ ફેંકે છે. દરેકને પાંચ વાર ગોળા ફેંીને વધુ ને વધુ લોકો તરફ ફેંકવાની પરવાનગી હોય છે. ધારો કે આવું કરવા જતાં કોઇકને આગની ઝાળ લાગી જાય તો તેમના પર કેસર અને હળદરનું પાણી સ્પ્રે કરવામાં આવે છે.

(3:58 pm IST)